શહેરા તાલુકાના વલ્લવપુર ગામના જે. બી. સોલંકીની એન.જી.ઓ છેલ્લા કેટલાય દિવસોથી શ્રમીકોને ભોજન પીરસી રહી છે.

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે દુનિયાના ખૂણે ખૂણામાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ ઠાલવી દીધો છે જેના કારણે આજે સમગ્ર વિશ્વ કોરોનાનાં કહેરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ભારતમાં પણ માનવભક્ષી કોરોનાએ આતંક મચાવી દીધો છે, માટે સરકારે કોરનાના વધતા સંક્રમણને અટકાવવા સમસ્ત દેશમાં લોકડાઉન લાદેલુ છે. આ લોકડાઉનનાં કારણે રોજ મજુરીકામ કરી પોતાનું પેટ ભરનારા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. એજ રીતે આજે પંચમહાલ જીલ્લાનાં શહેરામાં રોજ કમાઈને ખાનાર પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે તાલુકાના વલ્લવપુર ગામના જે. બી. સોલંકીની એન.જી.ઓ દ્વારા પાછલા કેટલાક દિવસોથી શ્રમીકોને ભોજન પીરસવામાં આવી રહયુ છે. તેઓ અને તેમના સાથે સ્થાનિક ગામના યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાયેલા છે. જે .બી .સોલંકી દ્વારા રોજ 500 જેટલા લોકોને દાળ, ભાત, સિરો અને કોઈ દિવસ કડી ખીચડી ખવડાવવામાં આવતી હોય છે. હાલની કોરોનાનો કપરી પરિસ્થિતિમાં તેઓ દ્વારા માનવતાભર્યું કાર્ય કરતા હોવાથી માનવતા મહેકી ઊઠી હતી તેમ કહીએ તો નવાઇ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here