રાહુલ ગાંધીએ કેરલના વાયનાડથી લોકસભાની ઉમેદવારી નોંધાવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અમેઠી થી રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે ચુંટણી લડશે કે કેમ ની અટકળો યથાવત

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળ ની વાયનાડ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આજરોજ તેઓ એ ઉમેદવારીપત્રક ભર્યું છે. રાહુલ ગાંધી એ ઉમેદવારી ફોર્મ ભર્યુ ત્યારે તેમની સાથે તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

કેરળ ના વાયનાડ થી ચુંટણી લડી વર્ષ 2019માં રાહુલ ગાંધી 5 લાખ થી પણ વધુ મત્તે જીતીને લોકસભા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તેના પર હજુ રહસ્ય છે. કૉંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં નથી.રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ 2019માં તેમને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા.

રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડતાં આવ્યાં છે. હવે આ વખતે કૉંગ્રેસ અહીંથી કોને ઉતારે છે તેના પર સહુની નજર મંડાયેલી છે. સોનિયા ગાંધીએ સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસી વર્તુળો મા એવું મનાય છે કે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ટિકિટ મળી શકે છે, અને તેઓ રાયબરેલી થી ગાંધી પરિવાર ની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડશે અને ઉત્તરપ્રદેશ માં ભારતિય જનતા પાર્ટી ને માટે પડકારરૂપ ભુમિકા ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here