પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રવાસન વિભાગને વેગવંતુ કરવાના ભાગરૂપે ચિત્રકામ અંગે વર્કશોપ યોજાયો

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

૧૯ વિધાર્થીઓ અને ૦૨ શિક્ષકો દ્વારા પાવાગઢ ખાતે પરંપરાગત અને કલાત્મક ચિત્રો દોરવામાં આવ્યા

પંચમહાલ જિલ્લાના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રવાસન વિભાગને વેગવંતુ કરવાના ભાગરૂપે પ્રવાસન વિભાગ ગાંધીનગર, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા ટેમ્પલ ટ્રસ્ટ પાવાગઢના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

ગત રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી અરવિંદ સુથારના વડપણ હેઠળ પાવાગઢ ખાતે મંદિર પરિસર, દુધીયુ તથા છાસિયા તળાવ વગેરે સ્થળો પર ચિત્રકામ અંગે વર્કશોપ યોજાયો હતો. જેમાં કુલ ૦૨ શિક્ષકો અને ૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઐતિહાસિક સ્થળ પાવાગઢ ખાતે પરંપરાગત કલાત્મક ચિત્રો દોરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પાવાગઢ મંદિર, ઐતિહાસિક કિલ્લો, ગુફા સહિતના ચિત્રો દોરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here