રાજપીપળાના CM (કોમન મેન)નો ગુજરાતના CM ને વ્યથાભર્યો પત્ર….

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રધાનમંત્રી આવાસ યોજના માં કામ કરતા કર્મચારીને નાણાં મેળવવા માટે મુખ્યમંત્રી સુધી વેદના ઠાલવવા પડી રહી છે

રાજપીપળા નગરપાલિકાએ બે વર્ષ થી EPF ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની રજુઆત

રાજપીપળા નગરપાલિકા ના કાર્યક્ષેત્રમાં કાર્યરત પ્રધાનમંત્રી આવાસ યોજના માં ફરજ બજાવતા કર્મચારીને છેલ્લા બે વર્ષોથી પ્રોવિડન્ટ ફંડના નાણા ચૂકવવામાં ન આવતા તેણે પોતાની વેદના એક કોમનમેન તરીકે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી વ્યક્ત કરી છે. રાજપીપલા નગર પાલિકા એ બે વર્ષ થી ઈપીએફ ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની વ્યથાભરી રજુઆત કરનાર પોતે એક પત્રકાર પણ છે અને વિધિ ની વક્તા તો એ છે કે એ પત્રકાર HIV પોઝિટિવ પણ છે, જેણે પોતાના હકક ના નાણાં માટે મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે.

રાજપીપલા ના યુવાન પત્રકાર ભરત શાહ નગરપાલિકા માં ફરજ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરી સંભાળતા હતા ત્યારે તેણે મુખ્યમંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યા મુજબ… હું રાજપીપળા નગરપાલિકા માં રોજમદાર તરીકે નોકરી કરતો હતો અને સાડાચાર વર્ષ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરી માં પાલિકા પ્રતિનિધિ તરીકે એજન્સી ના એન્જિનિયર સાથે રહી નિષ્ઠાપૂર્વક કામ કર્યું ,ત્યારબાદ અચાનક સ્ટાફ ઓછો કરતા મને બીજા ખાતાના કર્મચારીઓ સાથે છૂટો કરવામાં આવ્યો એ વાતને બે વર્ષ કરતા વધુ સમય વિતી ગયો, જે તે સમયે મે મારા પાલિકા ના પગાર માંથી કપાયેલા ઇપીએફ ના નાણાં મેળવવા બે વાર લેખિત રજૂઆત કરી અને ત્યારબાદ અત્યારસુધી માં વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પાલિકા માં આ વિભાગ સંભાળતા કર્મચારી દ્વારા મને દર વખતે અલગ અલગ જવાબો આપી વાત ટાળવા માં આવી.અને આજદિન સુધી મારા હક ના નિકળતા નાણાં મને મળ્યા નથી.

હું એક સામાન્ય વર્ગનો વ્યક્તિ છું અને છેલ્લા ૨૫ વર્ષથી પત્રકાર તરીકે પણ કામ કરું છું.જો એક પત્રકાર હોવા છતાં પાલિકા ના સત્તાધીશો મને બે વર્ષ સુધી મારા હક ના નાણાં આપવામાં ધક્કે ચઢાવે તો બાકી કર્મચારીઓ ની તો શું હાલત થતી હશે એ આપ સમજી શકો છે. માટે મને મારા હક ના નિકળતા નાણાં સત્વરે અને પૂરા મળે એ માટે પાલીકા સત્તાધીશો ને આપ હુકમ કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પત્ર માં ભરત શાહે પાલિકા ના ગેરવહીવટ અંગે મુખ્યમંત્રી નું ધ્યાન દોરી પાલિકાને સત્વરે નાણાં ચૂકવવાનો આદેશ કરી અન્યાય દૂર કરવા રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here