રાજપીપળા ABVP ની મેડિકલ કોલેજો મા ફી વધારો પાછો ખેંચવાની માંગ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરકાર દ્વારા GMERS કોલેજોની ફી માં ઝીંકવામાં આવેલ વધારો પાછો લેવા ABVP નુ નર્મદા કલેકટરને આવેદનપત્ર

રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ ની ફી માં તોતિંગ વધારો ઝીંકવામાં આવતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેનો વિરોધ કરી નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે પ્રસંગે પ્રદેશ સહમંત્રી પ્રયાગ ચૌધરી, નગર મંત્રી આકાશ વસાવા, જીલ્લા સંયોજક અક્ષય તડવી, જીલ્લા સંગઠન મંત્રી રાહુલ ગોસ્વામી, જીતીન વસાવા સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચાર્જ સોસાયટી દ્વારા 20/7/23 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં રાજ્યના 13 જી એમ આર એસ મેડિકલ કોલેજની ફી માં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જેમાં સરકારના કોટામાં 3.30 લાખ ની ફી વધીને 5.50 લાખ મેનેજમેન્ટ કોટામાં 9 લાખ થી 17 લાખ કરવામાં આવેલ છે સરકાર દ્વારા જીએમઆરએસ થકી વિદ્યાર્થીને સુલભ શિક્ષણ ઉપલબ્ધ કરવા માટે રચના કરવામાં આવેલ છે ત્યારે સરકારી કોટામાં 66.66 ટકા ફી વધારો મેનેજમેન્ટ માં 88.88 ટકાનો ફી વધારો કેટલું વ્યાજબી છે?

એક જ શૈક્ષણિક વર્ષમાં ફી વધારો યોગ્ય અને વિદ્યાર્થીના હિત માટે જણાતો નથી.
ગુજરાતની 13 જીએમઆરએસ જે જિલ્લાઓમાં આવેલ છે તેના વિદ્યાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબો કોલેજ આવેલ નથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જીએમઆરએસ કોલેજ ના આધારે પોતાના ભાવિ શિક્ષણ ને જોઈ રહ્યા હતા પરંતુ આ એક પરિપત્ર થી ફી માં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો રાજ્ય દેશ છોડી બીજા રાજ્ય દેશ માં મેડિકલની શિક્ષણ પ્રાપ્ત કરવા મજબૂર થવું પડ્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટરૂપ માંગ કરે છે કે જીએમઆરએસ કોલેજના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના ફી ધોરણમાં કરેલ વધારો સાત દિવસમાં પાછો ખેંચી વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવામાં આવે ની માંગ કરેલ છે, જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ન આવે તો ABVP ઉગ્ર આંદોલન કરવામા આવશે ની ચિમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here