પંચમહાલ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે બાગાયત ખાતાની “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલપામ” યોજનાનો શુભારંભ થયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જીલ્લાના ખેડુતોએ લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલપામ” યોજના અંતર્ગત (૧) મેઈન્ટેનસ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ (ર) બોરવેલ પંપ સેટ/વોટર હાર્વેસ્ટર સ્ટ્રકચર (3) લણણીના સાધનો મીની ટ્રેક્ટર(NMEO-OP) (૪) લણણીના સાધનો (NMEO-OP) તથા (૫) જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે(Replanting of old Garden) ઘટકોનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૨૪/૦૭/૨૦૨૩ થી તા.૨૩/૦૮/૨૦૨૩ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પંચમહાલ જિલ્લાના બાગાયતદારોએ સદર યોજનાની સહાય લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,જિલ્લા સેવાસદન ૨,બીજો માળ,રૂમ નંબર ૯-૧૨ ગોધરા ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી, પણ પંચમહાલ – ગોધરા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here