રાજપીપળા રજવાડા સમયે સંપાદિત 447 એકર જમીનમાં એરપોર્ટ સહિત રન-વે બનશે,તડામાર તૈયારીઓ શરૂ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરશે આજે ગુજરાત એવિએશન અને કેન્દ્રીય એવિએશનની ટીમ રાજપીપલા ખાતે આવી સર્વે કર્યો

હાલ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા એક નાનો રનવે બનાવવામાં આવ્યો

રાજપીપળા વાસીઓ અને પ્રવાસીઓ માટે આનંદ ના સમાચાર છે કે રાજપીપળા મા કરજણનદી કિનારે એરોડ્રમની જગાએ નાનુ એરપોર્ટ બનશે, એરોડ્રામ તરીકે રાજપીપળા નગરમા દાયકાઓથી ઓળખાતી જમીનને રજવાડા સમયે જ એરોડ્રામ બનાવવા સંપાદન કરાઇ હતી. આ જમીનમા રાજપીપલા એરોડ્રામ ખાતે હાલમા ત્રણ હેલિપેડ બનાવ્યા છે.

આજરોજ ગુજરાત એવિએશન અને કેન્દ્રીય એવિએશનની ટીમ રાજપીપલા એરોડ્રમની જગ્યાનું નિરીક્ષણ કરવા ગાંધીનગરથી હેલીકોપ્ટરમા રાજપીપળા ખાતે ટીમ આવીને સર્વે કર્યો હતો, અને જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતુ.હાલ આ જ્ગ્યાએ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

આ જમીનમા એક નાનુ રનવે પણ બનાવવામાં આવી રહ્યો છે.447 એકરમાં આ એરપોર્ટ સહિત રનવે બનશે. દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પહેલા મોટા પ્લેન માટે રનવે બનાવી એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ જેટલી જમીન છે એટલામાં એર સ્ટ્રીપ રનવે બની શકે એમનથી તેથી એ માટે કેન્સલ કરવામાં આવ્યું હતું .હવે ફરી આ જગ્યાએ એર સ્ટ્રીપ બનશે આજે અધિકારીઓએમુલાકાત લીધી.તેમના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં પ્લેન સર્વિસ શરું થઈ જશે.

આ બાબતે ગુડસેલ ના CEO એ વાતચીત માં જણાવ્યું હતું કે રાજપીપલા ખાતે જે જમીન છે તેમાં નાના ચાર્ટર પ્લેન ઉતરાણ કરી શકશે.
દેશના અલગ અલગ રાજ્યો માંથી પ્લેન અહીંયા આવશે ને પ્રવાસીઓ ઝડપથી અવર જવર કરી શકશે. વિદેશી પ્રવસીઓને પણ ખૂબ સરળતા થઈ જશે.વેપાર ઉદ્યોગ ખેતીના ધંધાને વેગ મળે એ માટે ગુડ્સ પ્લેન પણ ઉડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે જેનાથી કેળા સહિત ના ઉત્પાદનો ઝડપ થી મુંબઈ કે વિદેશ લઈ જઈ શકાશે. જો આમ થસે તો ખેડુતોની આર્થિક પરિસ્થિતિમાં અચુક સુધારો આવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here