નસવાડીમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ક મોસમી વરસાદ થી કપાસ માં ભારે નુકશાન

નસવાડી તાલુકામાં ક મોસમી વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે તાલુકાના મોટા ભાગ ના ગામોમાં વરસાદ પડ્યો છે હવે જે ઉભો પાક છે કપાસ તુવેર મકાઈ વગેરેમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે કપાસ ફાટેલો હોવાથી વિણવાનું બાકી રહી ગયું હોય એમાં નુકશાન અને તુવેર માં ફૂલો ખરી પડવાનું નુકશાન મકાઈ માં પલાળેલા ડોળા ને નુકશાન હવે બિચારો ખેડૂત જાય તો ક્યાં જાય આટલી બધી મોંઘવારી ના કારણે ખેડુત વર્ગ જે ખતી પર નિર્ભર હોય છે એમને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે અને વરસાદ પવન સાથે પડ્યો જેમાં ઉભા પાક ને ભારે નુકશાન થયો છે કપાસ ના ભાવને લઈ a p m c માં ઉદ્દઘાટન ના દિવસે મગજમારી થઈ હતી અને કલેડીયા જીન માં મોકલવામાં આવ્યા હતા અને હતાશા સાથે ખેડૂતો પાછા વળ્યા હતા કે આગળ કપાસ વીણીશું અને સારો ભાવ મળશે પણ કુદરત ની આગળ કોઈનું ચાલે નહીં પણ.કુદરત કરે એ સારા માટે જ કરેછે પણ હાલ મોંઘવારી ને ધ્યાને લઈ ખેડૂતો ચિંતામાં છે અને વધારામાં વરસાદ થી નુકશાન થયું હવે ખેડૂતો વિશે સરકાર વિચારે અને કપાસ ના ભાવમાં છે એના કરતાં વધારે ભાવ મળે તો જીવી શકાય એમ ખેડૂતો નુ કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here