નર્મદા જીલ્લામાંથી પશુઓની ગેરકાયદેસર થતી હેરાફેરી ઉપર બ્રેક લાગસે ખરી ??

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઉપરાંત છાપરી પકડાતી પશુઓ ભરેલી ટ્રકો – પશુઓના ગેરકાયદેસરના વેપલા સાથે કયો તત્વો સંડોવાયેલા છે ? પોલીસ તપાસ કરે છે ખરી ??

ટ્રકો પકડાતા માત્ર ચાલકો સામે જ કેસ મુખ્ય આરોપીઓ તો પડદાની પાછળ – શુ પોલીસ પાસે માહિતી નથી ?? માહિતી છે તો તેમની સામે પગલાં ક્યારે ??

દેડિયાપાડા પોલીસે ચોકડી ઉપર 15 ભેંસો ભરી પસાર થતી ટ્રક મોડી રાત્રે ઝડપી પાડી

છેલ્લા 5 દિવસમા 6 ટ્રકો માથી 81 પશુઓ ઝડપી 36.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે છતાં પશુઓનો વેપલો ધમધોકાર

નર્મદા જીલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકા મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર આવેલ હોય ને ગુજરાત રાજ્ય માથી મહારાષ્ટ્ર તરફ અંકલેશ્વર થી દેડિયાપાડા સાગબારા તરફ જવાના માર્ગે તેમજ રાજપીપળા તરફ થી દેડિયાપાડા અને સાગબારા તરફ જવાના માર્ગે ગેરકાયદેસર રીતે પશુઓ ની હેરાફેરી કરી પશુઓ કતલખાના મા મોકલવાનો વેપલો મોટા પ્રમાણ માં ચાલી રહ્યો છે , પશુઓ ની હેરાફેરી ના આ ગેરકાયદેસર ના વેપલા મા તગડી કમાઇ હોય ને પશુઓની રીતસરની મોટા પ્રમાણ મા એક રાજ્ય માથી બીજા રાજ્ય મા તસ્કરી થઇ રહી છે, તમામ નીતિનિયમો ને અભરાઈએ ચઢાવી ગુજરાત ની સરકારે બનાવેલ કડક કાયદાઓની પણ અનદેખી કરી ને તંત્ર ના લાંચિયા અધિકારીઓ સાથે મીલીભગત કરીને મસમોટુ ષડયંત્ર ચાલી રહયું છે.છેલ્લા પાંચ જ દિવસ મા દેડિયાપાડા પોલીસે દેડિયાપાડા ખાતે થી જ પશુઓ ભરેલી 6 ટ્રકો ઝડપી પાડી તેમાંથી 81 પશુઓ ને ઝડપી રુપિયા 36.61 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શુ આ ટ્રકો મા પશુઓ દેડિયાપાડા થી ભરાયા અને પોલીસ ને ખબર પડી ને ટ્રકો ઉપરા છાપરી ઝડપાઇ રહી છે ? વિચારવા જેવો પશ્ર છે. ટ્રકો કયાંથી ભરાય છે શુ પોલીસ ને ખબર નથી ? આ પશ્ર અંગે પણ મંથન જરુરી છે. કેટલા પોલીસ મથકો ની હદ વટાવી ટ્રકો જો દેડિયાપાડા થી ભરાતી નથી તો દેડિયાપાડા સુધી કઇ રીતે આવે છે ? આ પશ્ર પણ ઉભો થાય છેજ અને થવાનો પણ. પશુઓ ભાટે ધાતકીપણાં ક્રૂરતા નો એકટ 1960 ની જોગવાઈઓ માત્ર દેડિયાપાડા પોલીસ મથકમાંજ અમલમાં છે અન્ય પોલીસ મથકમાં નથી ? આ પશ્ર ચિંતા ઉપજાવે એવો છે.

ખેર પશ્રો અનેક છે પરંતુ દેડિયાપાડા પોલીસ સફાળી જાગી છે અને હાલ તો પાંચ જ દિવસ મા 6 ટ્રકો ઝડપી પાડી છે.અગાઉ પાંચ ટ્રકો ઝડપી પાડી હતી જયાંરે આજરોજ તા 20 મી ના રોજ રાત્રે 1-00 વાગ્યા ના સુમારે દેડિયાપાડા ચોકડી પાસે થી પસાર થતી ટ્રક નંબર GJ 12 Y 8928 ને ઝડપી તેમાથી 15 ભેંસો દોરડા વડે બાંધેલી પશુઓ ને હવા ઉજાસ ના મળે એ રીતે ભરેલી ટ્રક મા ધાસચારા કે પાણી ની કોઈ જ વયવસથા ન રાખી હોય દેડિયાપાડા પોલીસે ઝડપી છે અને તેના ચાલક બીસમિલલાખાંન વાહીદખા પઠાણ રહે.સેલંબા જમાદાર ફળીયા અને ટ્રક માલિક નદીમ ઉર્ફે તસલીમ મણીયાર રહે. સેલંબા જી. નર્મદા સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ આ મામલાઓમા તેના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવાની કોશિશ કરસે ખરી ?? આ એક સહુથી મોટો યક્ષ પશ્ર છે.

કયાંક વાંકુ પડયુ હોય અને પશુઓ ભરેલા વાહનો ઝડપાઇ રહયા હોય એ વાતો લોકમુખે લોકો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે.આ ચર્ચાનો અંત ત્યારેજ આવસે જયારે પોલીસ ખરા આરોપીઓને ઝડપી તેમના સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરસે. બાકી પશ્રો તો ઉઠવાનાજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here