રાજપીપળા પાસેના રસેલા અને ધાનપોર ગામે સરકારી યોજનાઓની માહિતીનો પટારો લઈ પહોચી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

રાજપીપળા, (નર્મદા)-આશિક પઠાણ :-

બંને ગામોના ગ્રામજનોએ આદિજાતિ વિસ્તારોમાં અમલી સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મને રસપૂર્વક નિહાળી

સરકારની ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને તેને સેચુરેશન પોઇન્ટ સુધી લઇ જવાની નેમ સાથે નિકળેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આજે નાંદોદ તાલુકાના રરેલા અને ધાનપોર ગામે આવી પહોચતા ગ્રામજનોએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ સંકલ્પ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીશ્રીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી બહેનો દ્વારા લાભાર્થી બહેનોને ટેક હોમ રેશન અંતર્ગત આપવામા આવતા બાળશકિત, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિમાથી બનાવેલી વાનગી અને કીટ વિતરણ કરવામા આવ્યુ હતું.

ટેક હોમ રેશનનો લાભ મેળવતા શ્રીમતી બિંદિયાબેન સંદિપભાઇએ પોતાના અભિપ્રાય આપતા જણાવ્યુ કે, મારી ગર્ભાવસ્થા દરમિયાન આંગણવાડીમા નોધણી થઇ હતી. ત્યારથી મને માતૃશક્તિનુ પેકેટ આપવામા આવે છે, જે નિયમિતપણે ખોરાકમા ઉપયોગમા લીધો છે જેનાથી મારી તંદુરસ્તી અને હિમોગ્લોબિન સુધારો જોવા મળ્યો છે. હુ અને મારુ બાળક પણ તંદુરસ્ત છે.

આ કાર્યક્રમમા લાઇઝન અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સંરપચશ્રીઓ, આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here