મહારાષ્ટ્ર તરફથી આવતી બોલેરો પિકઅપ માં ગુજરાતની બોર્ડર ઉપર બિયર ની 59 પેટીઓ ઝડપાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાની સાગબારા તાલુકાની ધનસેરા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બોલેરો પિકઅપ માંથી 1.41 લાખ નો બિયર ઝડપી પાડ્યો

બોલેરો માં સવાર પૈકી બે ઇસમો ફરાર એકને ઝડપી સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી- દારૂ ના વેપલા સાથે સંકળાયેલ 5 આરોપીઓ વોન્ટેડ

મહારાષ્ટ્રમાંથી વાયા નર્મદા જિલ્લા થઈ ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગ માટે શીર દર્દ સમાજ બન્યો છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂમ્બ્બે એ નર્મદા જિલ્લાના તમામ પોલીસ મથકો સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત પોલીસના તમામ વિભાગોને દારૂની બધી નાથવાની કડક સુચના અને માર્ગદર્શન આપ્યું હોય નર્મદા જિલ્લાની પોલીસ વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા તત્વો ઉપર ચાંપતી નજર રાખી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલા ગુજરાતની ધનસેરા ચેકપોસ્ટ ઉપર એક બોલેરો પીકઅપ ને ઝડપી સાગબારા પોલીસે રૂપિયા 141600 ની કિંમતનો વિદેશી બીયરનો જથ્થો ઝડપી પાડતા વિદેશી દારૂનો વેપલો કરનારા બુટેગરોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ સહિત તેમના પોલીસ જવાનો ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર આવેલ નર્મદા જીલ્લા ની ધનસેરા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બોલેરો પિકઅપ ગાડી નંબર GJ 27 TD 4159 આવતા તેના ઉપર શંકા જતા પોલીસે બોલેરો પીકઅપ ને રોકવાનો પ્રયાસ કર્યો હતો બોલેરો માં સવાર ઈસમો પોતાની સામે પોલીસ નું ચેકિંગ જોતા કારમાંથી ઉતરી ત્રણ ઈસમો એ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક ને સાગબારા પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે બે ઈસમો ભાગવામાં સફળ થયા હતા પોલીસે ઝડપી પાડેલા આરોપી એ પોતાનું નામ પવન ઉર્ફે ભુરીયો રમણભાઈ વણઝારા રહેવાસી. શિવાનંદ નગર, અમરાઈવાડી, અમદાવાદના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બોલેરો પીકઅપ ની તલાસી લેતા બોલેરો માંથી 59 પેટી બિયરના ટીન નંગ 1416 મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત 141600 રૂપિયા સહિત બોલેરો પિક અપ પોલિસે મુદ્દામાલ તરિકે જપ્ત કરી હતી.

પોલીસે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ કરતા તેણે ફરાર થયેલા આરોપીઓ અને દારૂ ના વેપલા સાથે સંકળાયેલ અન્ય આરોપીઓ ની માહિતી આપી હતી જેથી પોલિસે પાંચ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે જેમા 1) ડોલુ ખટીક રામ રાજ્ય નગર, ખાંડાવાલી ગલી,રામોલ અમદાવાદ 2) નિખિલ ખાટીક રામરાજ્ય નગર ખાંડાવાલા ગલી, રામોલ અમદાવાદ 3) પપ્પુ પંચોલી રેહ. સપ્તમ નગર ચોક, વિવેકાનંદ ગેટ ની સામે, અમરાઇવાળી, અમદાવાદ 4) પારસ વણઝારા અમરાઈવાડી, અમદાવાદ અને 5) બિયરનો જથ્થો ભરી આપનાર આરોપી આમ પાંચ આરોપીઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here