કાલોલના મલાવ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત 10 ઈજાગ્રસ્ત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના મલાવ રોડ પર સોમવારે સાંજના સમયે એક બાઈક ચાલક અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે દશ ઇજાગ્રસ્તો પૈકી એક ગંભીર હાલતમાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો જેને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બાઇક સવાર બન્ને યુવાનો સીએટ કંપનીમાં નોકરી કરતા હતા. અને ટેમ્પો ચાલક કણબી પાલ્લાથી દસ મજૂરો લઈને સાવલી તરફ નારપુરા ગામે કેળ કાઢવાના કામ માટે ગયેલા હતા. અને પરત ફરતા સુકા મરચા અને મજૂરોને લઈને સાવલી તરફથી પરત જતા વાંટા ગામના પાટીયા પાસે અમૃત વિદ્યાલયની સામે એકાએક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ પર કાલોલની કંપનીમાં નોકરી માટે જતા બે યુવકોને ધડાકાભેર અથડાવતા બંને યુવકો અને ટેમ્પાના માણસો રોડની સામેની બાજુએ પડ્યા હતા. જે પૈકી મહેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર રહે.ભુખી ઉ.વ ૨૧ નું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ટેમ્પા બેઠેલ નવનીતભાઈ કાળુભાઇ સોલંકી. રેહે કણબીપાલ્લી, કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયેલ હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવેલા હતા અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાલોલ પોલીસ અને ૧૦૮ની બે ગાડી કાલોલ અને ગોધરાની પણ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને તથા મરણ પામેલને દવાખાને ખસેડવાની તજવીજ કરી હતી. બાઈક પર સવાર અન્ય એક કીરપાલસિંહ વિજય સિંહ જાદવ રહે ભુખી ઉ.વ -૨૧ ને ગંભીર ઇજાઓ હોવાથી તાત્કાલિક વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે નાની મોટી ઇજા પામેલ તમામ ટેમ્પાના મજૂરોને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here