રાજપીપળા પંથકમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

છેલ્લા ધણા દિવસ થી વરસાદ ગાયબ થયો હોય અસહ્ય ગરમી ઉકાળાટ અનુભવતાં નગર જનો એ ગરમી થી રાહત અનુભવી

કાગડોળે વરસાદ ની રાહ જોતા ધરતીપુત્રો મા પણ ભારે આનંદ

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તારમાં આજરોજ મોડી સાંજે કડાકા ભડાકા સાથે વરસાદની રી એન્ટરી થતા અસહ્ય ગરમી ઉકાળાટ અનુભવતાં નગરજનો એ રાહત અનુભવી હતી.

ચાલું ચોમાસા ની સીઝન દરમ્યાન અચાનક જ વરસાદ ગાયબ થયો હતો જેથી વાતાવરણ મા ભારે ગરમી અને ઉકાળાટ ફેલાયા હતા , આ ઉપરાંત ધરતીપુત્રો એ પોતાના ખેતરમાં વાવણી કરેલ હોય ને પોતાના પાક ને નુકશાન થવાની ભીતિ થી ખેડુતો ચિંતા મા મુકાયા હતા. બિયારણ સહિત ના અન્ય ખર્ચા ખેડુતો એ કર્યા હોય ને ખેડુતો ના જીવ વરસાદ ગાયબ થતા તાળવે આવ્યા હતા ત્યા અચાનક જ આજે મોડી સાંજે રાજપીપળા પંથકમાં વરસાદ થતા ધરતીપુત્રો એ પોતાના ખેતી ના પાક ને જીવતદાન મળતા રાહત નો દમ ભર્યો હતો.વરસાદ થતાં શેરડી, કેળ , કપાસ , સહિત ના તમામ વાવેતરને જીવતદાન મળ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here