રાજપીપળા ની આઇ. ડી. એફ. સી. ફસ્ટ બેંકમા ફરજ બજાવતો વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બેંક ખાતે આરોગ્ય વિભાગની ટીમો પહોંચી ફરજ પરના કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાયા

બેંકના ગ્રાહકોમા ભારે ફફડાટ-બેંકને સેનેટાઇઝ કરવાની આરોગ્ય વિભાગની સુચના

રાજપીપળા ખાતે સ્ટેશન રોડ પર આવેલ આઇ.ડી એફ.સી. ફસ્ટ બેંકમા ફરજ બજાવતા કર્મચારીઓ માથી આજરોજ સોમવારે એક વધુ કર્મચારી કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર મામલો નગરમા ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, આરોગ્ય વિભાગની ટીમોએ બેંકમા કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કર્યા હતા.

રાજપીપળા ખાતે સ્ટેશન રોડ પર રાધાકૃષ્ણ મંદિર સામે આવેલ આઇ ડી એફ.સી. ફસ્ટ બેંકમા ફરજ બજાવતા કર્મચારીઓ અગાઉ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા જે મામલાને બેંક સતાધિશો દ્વારા છુપાવવાની હીન કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા શનિવારના રોજ ટીમો એ બેંક ખાતે તપાસ આદરી પુછપરછ કરી હતી. આજરોજ બેંક ખાતે ધનવંતરી રથ સહિતની ટીમો રવાના કરીને કર્મચારીઓ નાકોરોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયેલા જેમાં બેંકમા ફરજ બજાવતા કર્મચારી ઓ પૈકી વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર મામલો નગરમા ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. બેંકના ગ્રાહકોમા ભારે ફફડાટ ફેલાયો હતો.

બેંક ખાતે સેનેટાઇઝ કરવાની સુચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ડૉ સુમને માહિતી આપતાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જે કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે ડભોઇ પાસેના તેનતલાવ ગામનો હોય તેને હોમ કવોરેનટાઇન કરવામાં આવેલ છે. અને ડભોઇ ખાતે આરોગ્ય વિભાગને જાણ કરવાની તેને સુચના આપવામાં આવી છે.

રાજપીપળા ખાતેની આઇ.ડી.એફ સી. બેંકમા અગાઉ પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા ત્યારે બેંક સતાધિશો બેંકમા નિયમિત સેનેટાઇઝેશન કરે સોશીયલ ડિસટનસીંગ જાળવી નિયમોનુ પાલન કરે એ ખુબજ મહત્વ નુ છે. આ પ્રક્રિયાઓ ઉપર સંલગ્ન વિભાગોએ સમગ્ર નગરની બેંકોમા દેખરેખ રાખવાની પણ એટલી જ જરુરીયાત વર્તાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here