વેજલપુર પોલીસે દારૂની હેરફેર કરતા બે યુવકોને મોટરસાયકલ સહિત ઝડપી પાડયા ૧૪,૮૦૦/ નો મુદ્દામાલ જપ્ત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ સ્ટાફ સાથે રવિવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓના એ.એસ.આઈને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે ગોધરા તરફથી મોટરસાયકલ પર બે ઈસમો વિમલના થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો લઇને પસાર થઈ રહ્યા છે અને કાલોલ તરફ જવાના છે તેવી બાતમીના આધારે પોલીસે પંચો બોલાવી નાંદરખા ચોકડી નજીક વોચ ગોઠવી હતી ત્યારે ગોધરા તરફથી મોટર સાયકલ લઈને વિમલનો થેલા સહિત બે ઈસમો આવતા તેઓને રોકતા પોલીસે બન્નેને પકડી બન્ને ની વચ્ચે મુકેલા થેલામાં તપાસ કરતા ૧૮૦ મી.લી ના રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હિસ્કીના મારકા વાળા ૪૮ કવાટરિયા મળી આવ્યા હતા પોલીસે આ દારૂનો પાસ પરમીટ માંગતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા મળ્યા નહોતા વેજલપુર પોલીસે દારૂની કીમત રૂ ૪,૮૦૦/ તથા મોટરસાયકલ જીજે ૨૦એસ ૮૭૦૧ ની કીમત રૂ ૧૦,૦૦૦/ ગણી કુલ રૂ ૧૪,૮૦૦/ નો મુદ્દામાલ કબજે કરી બન્ને ઈસમો (૧) સુભાષભાઈ હકલાભાઈ પરમાર તથા (૨) સંદીપભાઈ સુરેશભાઈ પરમાર બન્ને રે. બલેડિયા તળાવ ફળીયુ મુ પેથાપુર તા-ઝાલોદ જી-દાહોદની હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ કોવિડનો ટેસ્ટ કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા અને બન્ને વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here