ગુજરાત પોલીસ અને સી.આઈ.એસ.એફ ના 426 જવાનોનું તિલકવાડાં ખાતે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

આગામી 31 મી તારીખ ના રોજ કેવડયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે તેને ધ્યાન માં રાખી ગુજરાત ના વિવિધ વિસ્તારો માં થી ગુજરાત પોલીસ અને સી.આઈ એસ.એફ ના જવાનો બંદોબસ્ત માટે આવવાના હોવાથી તેમના કેટલાક કર્મચારીઓ નું તિલકવાડાં એકલવ્ય સ્કૂલ ખાતે રહેવાની સુવિધા કરવામાં આવી છે ત્યારે તકેદારીના ભાગ રૂપે તિલકવાડાં શ્રી કે.એમ શાહ હાઈસ્કૂલ ના રાધાબા ભવન ખાતે તેઓનું કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું.

તિલકવાડાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સુબોધકુમાર ના માર્ગદર્શન હેઠળ અને તિલકવાડા કોવિડ સુપરવાઈઝર પીયૂસ પરાસર અને બ્લોક સુપરવાઈઝર પ્રવીણ ભાઈ ની નિગરની માં તિલકવાડાં તાલુકાના આરોગ્ય વિભાગ ના ડો-ભૂમિ દરજી.ડો-શ્રુતિ.ડો-મેઘા ડો-જૈમીની ડો-ઉપેન્દ્ર સહિત અન્ય કેટલાક કર્મચારીઓ દ્વારા સાત ટિમો બનાવી ને ગુજરાત પોલીસ અને સી.આઈ એસ.એફ ના 426 જવાનો નું રાત્રે બે વાગ્યા સુધી કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો આ ટેસ્ટ માં 11 દર્દી કોરોના પોજેટિવ નોંધાયા જ્યારે 415 દર્દી ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા પોજેટિવ આવેલા 11 દર્દીઓને 108 સેવા દ્વારા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
તિલકવાડાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે દરેક કર્મચારીઓને સેનેટાઇઝર દ્વારા હાથ સાફ કરાવીને માસ્ક પહેરી સોસિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે અન્ય કેટલીક તકેદારી રાખી ને કર્મચારીઓનું કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું આ ઉપરાંત તિલકવાડાં ના પી.એસ.આઈ અજીતસિંહ પરમાર પોતાના સ્ટાફ સાથે રાત્રે બે વાગ્યાં સુધી ખડેપગે સેવા આપીને કોવિડ ટેસ્ટ ને સફરતા અપાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here