રાજપીપળા પાસેના પાટણા ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB પોલીસ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસે પાંચ ઇસમો સામે ગુનો નોંધી રૂ.1.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

નર્મદા જિલ્લામા વિદેશી દારૂનો વેપલો મોટા પ્રમાણમાં ચાલતો હોય, પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવાની સુચના મળતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા પીએસઆઇ સી.એમ.ગામીતને દારૂની બદીને ડામવા કડક સુચનાનો અમલ કરતા પોતાની ટિમો સાથે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

નર્મદા LCB પોલીસે નાંદોદ તાલુકાના પાટણા ગામના સંજયભાઇ કૃષ્ણલાલ રાવના શેરડીના વાવેતર કરેલ ખેતરમાં રેડ કરતા ત્યાંથી ઇગ્લીશ દારૂમાં અલગ અલગ કંપનીના હોલ નંગ-૭પ કિ.રૂ.૩૨, ૪૪૦/- તથા બિયર ટીન નંગ -૨૪૦ કિ.રૂ. ૨૪,૦૦૦/- તથા રોયલ સ્પેશીયલ પ્રીમીયમ વ્હિસ્કીના કાચના ક્વાટરીયા નંગ- ૭૨૦ કિ.રૂ. ૭૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૮,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાકેશભાઇ મનુભાઇ માછી રહે.ઓરી તેમજ રખેવાળી કરનાર નારભાઇ રતનાભાઇ વસાવા રહે.પાટણા તા.નાંદોદ તેમજ અજાણ્યા ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ એલસીબી એ કાયદેસર કાર્યવાહી કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને વિદેશી દારૂનો આ જથ્થો કયાંથી આવ્યો અન્ય કોણ કોણ આ વેપલા સાથે સંકળાયેલા છે તેની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here