કાલોલ : કોલેજ વિસ્તારમા રજુઆત છતા રોડ બનાવવાનુ કામ ખોરંભે… લોકો ખાડા ટેકરા ઉપરથી પસાર થવા મજબુર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

માજી પ્રમુખ અને વૉર્ડ નાં કોર્પોરેટર દ્વારા ડામર રોડ નાં કામો બાબતે RTI કરી માહીતી માંગતા ચકચાર

કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળે છે. પાલીકા દ્વારા બે ત્રણ વાર ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી આ વિસ્તારનાં રહીશો ને ફરજિયાત પણે ખાડા ટેકરા ઉપર થી પસાર થવાની ફરજ પડી રહી છે એટલુજ નહિ કાલોલ વિધાનસભા ની આગામી ચુંટણી માં ચુંટણી નાં વિવિધ કાર્યક્રમો કોલેજ ખાતે યોજાય છે અને ઇવીએમ મશીનો પણ આ સ્થળે રાખવામાં આવે તેવી શક્યતા છે ત્યારે અધિકારીઓ ની ચહલ પહલ વાળો આ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે કાલોલ નગરપાલીકા ના માજી પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા પાલિકા ખાતે રોડ બનાવવાં રજુઆત કરવા છતા પણ કોઇ કાર્યવાહી કરી નથી દેસાઈ કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ શરૂ કરાયુ હતુ પરંતુ રોડ બનાવાયો નથી ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર અને એડવોકેટ કિરીટભાઈ પટેલ દ્વારા માહીતી અધિનિયમ હેઠળ કાલોલ નગરપાલીકા સમક્ષ અરજી આંપી સમગ્ર કાલોલ નાં ડામર રોડ નાં કામો ની ટેન્ડર પ્રક્રિયા અને શરતો, ખર્ચ અને જ્યા રોડ બનાવ્યા તેના નકશા અને ફોટોગ્રાફ , ટેસ્ટિંગ સર્ટીફીકેટ , ડામર લાવનાર વાહન નો વે બ્રિજ પાવતીઓ (કાંટા પાવતી), ડામર રોડ બનાવવાનો પાલિકા નો ઠરાવ, જાહેરાત ની નકલ,કઈ ગ્રાન્ટ માંથી ખર્ચ કરવામાં આવે છે તેવી તમામ વિગતો માહીતી અધીકાર નાં કાયદા હેઠળ માગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here