રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના હસ્તે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની પુસ્તિકાનુ વિમોચન કરાયું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગ્રાહકોને સંરક્ષણ સાથે માર્ગદર્શન આપતા કાયદાઓની પુસ્તિકામા છણાવટ

નર્મદા જિલ્લાના અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ” અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની” પુસ્તિકાનું વિમોચન રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે
ગ્રાહક પંચાયતના અધ્યક્ષશ્રી પ્રવિણસિંહ ગોહિલ તથા રાજપીપળા શહેરના અધ્યક્ષશ્રી મહેશભાઈ ઋષિ તથા તમામ હોદ્દેદારો સાથે રહીને આ પુસ્તિકાનું વિમોચન કરાવવામાં આવ્યું .

ગ્રાહકોને આ પુસ્તિકા દ્વારા કાયદકીય યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તેમજ ગ્રાહકમા એક પ્રકારની જાગૃતી પુસ્તિકા વાંચવાથી આવસેનુ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું. તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાએ
ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું તે બદલ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનો ખૂબ ખૂબ આભાર માની અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનું કાર્ય દિન-પ્રતિદિન વધતું રહે અને જનજાગૃતિ આવતી રહે તે બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here