છોટાઉદેપુર જીલ્લામાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબ “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” ના જન્મદિવસ નિમિત્તે ઈદે-મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ઇદે મિલાદુન્નબીની આન બાન અને શાનથી ઉજવણી કરતા આશિકાને નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ

ઈદે-મિલાદની ઉજવણીના પગલે તમામ મસ્જિદો અને દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. ઉજવણી પર્વે છોટાઉદેપુર નગરમાં ભવ્ય ધાર્મિક જુલૂસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો, મદરેસા ના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હઝરત મોહંમહ પયંગમ્બર સાહેબના જન્મ દિનની જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં ભવ્ય ઝુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. ઇદે મિલાદની ઉજવણીના ભાગ રુપે છોટાઉદેપૂરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો અને તોરણો ની ચમક થી ઝળહળી ઉઠયા હતા.
ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિને ઇદે મિલાન્દુન્નબી સમગ્ર રાજ્યની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાનથી ખુબજ શાંતિપૂર્વક ઉજવણી કરાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવર પુરા, ચિસ્તીયા મોહલ્લા, વણજારા મોહલ્લા, અજમેરી મોહલ્લા, અને મકરાણી મોહલ્લા સહિતના તમામ વિસ્તારો ઝુલુસ માં પઢાવાતી નાતે પાક ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.

વહેલી સવારથી જ જિલ્લાની મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢી દુવાઓ કરવામાં આવી હતી.  ત્યારબાદ સવારે 8:30 વાગ્યે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દિન નિમિત્તે ગુરુવારે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
જુલુસમાં આવતાં બાળકોને શરબત, બિસ્કીટ, ચોકલેટ વગેરે વહેચવામાં આવ્યા હતા.
આમ છોટાઉદેપુરમાં હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કોમી એકતાના માહોલમાં ઉજવવામાં આવી હતી.
જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા,
આમ હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા ઉપર ચાલી ઇદે મિલાદ ની ઉજવણી કરવામાં આવી હતી.
જુલુસ ના સમાપન બાદ મસ્જિદોમાં મોહંમદ પયગંબર સાહેબ ના મુએ મુબારક એટલેકે વાળ મુબારકની ઝીયારતનું કાર્યક્રમ યોજાયો હતો, અને સાથેજ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે *ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મુહંમદ  (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદનુ પર્વ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે. જેમા   દેશમાં શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે,  ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે  ઇદે મિલાદુન્નબી નું ભવ્ય જુલૂસ કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને એક બીજાને મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here