રાજપીપળા ખાતે “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓને મંત્રી ચુડાસમા સહિતના મહાનુભાવો અને જિલ્લાના માધ્યમકર્મીઓના હસ્તે વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મંત્રીશ્રી ચુડાસમાએ “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ સાથે પ્રીતિ ભોજન લઇ લાભાર્થીઓની ક્ષેમ-કુશળતાના પૂછયાં ખબર-અંતર

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સામાજિક સેવા સંસ્થાઓ- પદાધિકારીઓ અને પ્રજાજનોના સહયોગથી અમલી બનેલ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ થઇનર્મદા જીલ્લા ના રહેલી કામગીરીને બિરદાવી હતી. આ માનવતાવાદી પ્રોજેક્ટમાં સહયોગી સૌ કોઇને અભિનંદન આપ્યાં હતા.

નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતા “નોંધારાના આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી પરિવારની વ્યક્તિઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સાધન-સહાયના લાભોનું મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિતના મહાનુભાવો ઉપરાંત નર્મદા જિલ્લાના માધ્યમકર્મીઓના હસ્તે વિતરણ કરાયું હતું. ત્યારબાદ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ આ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ સાથેના સમૂહ ભોજનમાં જોડાઈને ભોજન લીધું હતું. અને તેમની ક્ષેમ-કુશળતાના ખબરઅંતર પૂછ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે રાત્રે તેમના રાજપીપલાના રોકાણ દરમિયાન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી હાથ ધરાયેલા “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત દશામાના મંદિર સામે ટેકરા ફળીયા વિસ્તારમાં લાભાર્થી પરિવારની મહિલાને રાત્રી-ભોજન પીરસવાની સાથે આવશ્યક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આ પ્રોજેક્ટ સંદર્ભે મંત્રીશ્રીને ઝીણવટભરી જાણકારી સાથે વાકેફ કર્યાં હતાં. મંત્રીશ્રી ચુડાસમાએ આ કામગીરીથી અંત્યત પ્રભાવિત થઇ “ટીમ નર્મદા” ની સંવેદનાસભર આ માનવીય કામગીરી બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here