રાજપીપળામાં સોશીયલ ડિસ્ટનસિંગના ઉડતા ધજાગરા..

કનટેનટમેનટ ઝોન પાસે જ હકડેઠઠ ભીડ કલેક્ટરના જાહેરનામાંને ધોળીને પી જતા વેપારીઓ અને નાગરિકો

શાકમાર્કેટ પાસે કનટેનટમેનટ ઝોન જાહેર કરેલ છે, તેના ઉડી રહયા છે ખુલ્લેઆમ ધજાગરા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જીલ્લા કલેક્ટર તમામ સ્તરે કડકાઇથી અમલ કરવાની સુચનાઓ અધિકારીઓને આપી ચુક્યા છે. મિટીંગો યોજી એકશન પ્લાન ધડવામા આવ્યા છે. જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. પરંતુ આ તમામ પ્રક્રિયાઓના રાજપીપળાના બજારોમાં ખુલ્લેઆમ ધજાગરા ઉડતા નજરે પડી રહયા છે.

રાજપીપળા શાકમાર્કેટ પાસે કસબાવાડ મહોલ્લામાં એક મહિલાનો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા કેટલાક વિસ્તારોમાં કનટેનટમેનટ ઝોન જાહેર કરેલ છે. કલેક્ટર દ્વારા જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે. છતાં એજ જગ્યા એ જયાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે વાંસ મારી ઉભી કરાય છે ત્યાં જ લોકોની ભારે ભીંડ ચીજવસ્તુની ખરીદી કરવા ઉમટી પડેલી જોવા મળી રહી છે.

સોશીયલ ડિસ્ટનસિંગની વાત કરીએ તો ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવા છતાં કોઈનું પણ નિયંત્રણ નથી, લોકો બેખોફ બન્યા છે. સામાન્ય દિવસોમાં બજારોમાં ભીડભાડ થાય છે તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યો છે.

કોઈ પણ સરકારી તંત્ર , પોલીસ વિભાગ દેખરેખ માટે બજારોમાં જણાતું જ નથી, જેનાથી એકશન પ્લાન માટે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર નામા બહાર પાડવામાં આવેલ છે, મિટીંગો યોજાઇ આ બધા સામે પશ્રો ઉઠી રહયા છે.

જોકે આમાં સામાન્ય નાગરિકોની પણ મોટામાં મોટી ભુલ છે. કોરોના મહામારી સાથે જ જીવવાનું છે પણ તકેદારી પણ એટલીજ રાખવાની છે જેને લોકો ભુલી ગયા હોય એવુ લાગી રહયું છે. નીતિનિયમો નુ પાલન થાય ,વહીવટી તંત્ર દ્વારા કડકાઇથી અમલ કરાવાય તોજ નર્મદા જિલ્લામાં કોરોના કન્ટ્રોલમાં રહેશે નહિંતર આવનારા દિવસોમાં બેદરકારીના ગંભીર પરિણામો ભોગવવાં પડે તો નવાઈ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here