કોમી એકતાના પ્રતીક હઝરત સૈયદ સૂફી સન્તના 5 વાર્ષિક ઉર્સ નિમિતે ફ્રી મલ્ટીસ્પેસ્યાલીસ્ટ મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પ યોજાયો

ઘોઘંબા, (પંચમહાલ) ઈરફાન શેખ (હાલોલ) :-

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના રાજગઢ પાલ્લા ગામ ખાતે કોમી એકતાના પ્રતીક એવા સૂફી કુતબી હઝરત સૈયદ ઉસ્માનમિયાં બાવાના 5 માં વાર્ષિક ઉર્ષ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 મોં બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન આયુષ બ્લડ બેન્ક વડોદરા ના સહયોગ કરવામાં આવ્યું હતું જેમાં 41 ઉપરાંત દાતાઓ એ રક્તદાન કર્યું હતું બ્લડ ડોનેટ કરનાર ડોનર ને વોટર બોટલ અને સર્ટી અને કાર્ડ આપવામાં આવી હતી વધુમાં સૂફી સૈયદ ઉસ્માનમિયાં બાવા ના ઉર્સ નિમિતે દીરજ હોસ્પિટલ અને સુમનદીપ હોસ્પિટલ વડોદરા ના સહયોગ થી મલ્ટી સ્પેસ્યાલીસ્ટ વિના મૂલ્ય મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 263 ઉપરાંત દર્દીઓ લાભ લીધો હતો જેમાં જિલ્લાપંચાયત સભ્ય ભીખાભાઇ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંત સિંહ ગોહિલ, તાલુકા પંચાયત સભ્ય કિરણભાઈ ચૌહાણ,ઘોઘમ્બા પંચાયત સરપંચ નિલેશભાઈ વરીયા, પાલ્લા ગ્રામપંચાયત સરપંચ નગીનભાઈ રાઠવા ડે. સરપંચ સોક્તભાઈ મકરાણી ( ભુપતભાઈ ) સવાપુરા ગ્રુપ ગ્રામપંચાયત સરપંચ, ડે સરપંચ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમજ આવનાર મહેમનો ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું
વધુમાં આ કેમ્પ ને સફળ બનાવવા માટે રાજગઢ સુની મુસ્લિમ પંચ તેમજ સૈયદ સૂફી હઝરત કુતબી ના સુપત્ર સૈયદ ઇમરાબાવાએ ઉભે પગે ફરજ બાજવી લોક સેવા આપી પોતની ફરજ બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here