રાજકોટમાં શ્વાનોના બચકાં ભરવાના બનાવો ૧ જાન્યુઆરીથી ૨૫ નવેમ્બર સુધીમાં નોંધાયા….

રાજકોટ, આરીફ દિવાન :- (મોરબી) :-

ઈંજેક્શનના ૨૬૧૪૦ ડોઝ વપરાઈ ચૂકયા છે ખાનગી હોસ્પિટલ માં સારવાર લેતા અલગ

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે શ્વાનોના બચકાં ભરવાના બનાવોમાં ખુબજ વધારો થતા શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કેટલા બનાવ બન્યા તે અંગેની વિગતો મગાવી હતી. જેમાં બહાર આવ્યું છે કે ૧ જાન્યુઆરીથી ૨૫ નવેમ્બર સુધીમાં ડોગબાઈટના ૩૭૧૬ બનાવ બન્યા છે.

મનપાએ આપેલી વિગત મુજબ સૌથી વધારે નાના મૌવા આરોગ્ય કેન્દ્રમાં ૪૨૭ લોકો સારવાર માટે આવ્યા હતા ત્યારબાદ ૩૨૨ કેસ સાથે મવડી આરોગ્ય કેન્દ્ર બીજા ક્રમે છે. આ બંને આરોગ્ય કેન્દ્રના વિસ્તારો એકબીજાની નજીક જછે તેથી આ વિસ્તારમાં શ્વાનો વધુ આક્રમક હોવાનું જણાયુ છે. જ્યારે સૌથી ઓછા ૪૬ કેસ રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. આ માટે અપાતાં ઈંજેક્શનના ૨૬૧૪૦ ડોઝ વપરાઈ ચૂકયા છે . આ આંક તો ફક્ત આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેનારા લોકોની જ છે, ખાનગી હોસ્પિટલમાં ઈંજેક્શન લેનારાઓની સંખ્યા સમાવિષ્ટ નથી.

આ આંક મળતા જ દંડકે અધિકારીઓ અને પ્રાણી રંઝાડ વિભાગ પાસે કાયમી ઉકેલ અંગે માહિતીઓ ભેગી કરી તેમજ અહેવાલ તૈયાર કરવા સૂચના આપી છે અને ત્યારબાદ બેઠક કરીને હાલની કામગીરીમાં સુધારા વધારા કરીને શ્વાનો અને શહેરીજનો વચ્ચેનુ ઘર્ષણ કેવી રીતે અટકે તેના પર વિચારણા કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here