રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી હિરેનકુમાર ચગ કાયદા વિદ્યાશાખામાં પીએચ. ડી. થતા શુભેચ્છાઓની વણઝાર…

રાજકોટ, સતિષભાઇ નાગર (ગોધરા) :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે આદરણીય કુલપતિશ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં તા. 19/07/2023ના રોજ યુનિવર્સિટીના પ્રથમ પી.એચડી વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી હિરેનકુમાર ચગ યુનિવર્સિટીના પ્રથમ પી.એચડી પૂર્ણ કરનાર વિદ્યાર્થી તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રી હિરેનકુમાર ચગ દ્વારા લો કોલેજ, ગોધરાના આસિ. પ્રોફેસર ડૉ. સતિષકુમાર નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ કાયદા વિધાશાખામાં “ગુજરાત રાજયમાં જમીન પ્રદુષણની સમસ્યાના નિરાકરણ માટેની કાયદાકીય જોગવાઈઓ અને તેના અમલીકરણ પર એક વિશ્ર્લેષણાત્મક અભ્યાસ” વિષય પર પીએચ.ડી. શોધ નિબંધ રજૂ કરતાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાએ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચ.ડી. પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ, કુલસચિવશ્રી ડૉ. અનિલ સોલંકી સાહેબ, વિષય નિષ્ણાંત તરીકે માનવ અધિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા સાહેબ, કાયદા વિદ્યાશાખાના ડીન પ્રો. ડૉ. અપૂર્વ પાઠક સાહેબ, ગોધરા લો કોલેજના આસિ. પ્રોફેસર ડૉ. કૃપાબેન જયસ્વાલ તથા ડૉ અમિત મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પી એચ. ડી થવા બદલ ધારાશાસ્ત્રી શ્રી હિરેનકુમાર ચગને કુટુંબ, પરિવાર, સ્નેહીજનો, ધારાશાસ્ત્રીશ્રીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના ગુરૂજનો તેમજ વિશાળ મિત્ર વર્તુળ માંથી રૂબરૂ તથા તેમના મો. 9825327040 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here