બોટાદમાં ગંદકીનો વિકાસ થયો કે શું..!? રોગચાળાનો ભય…

બોટાદ, આરીફ દિવાન :-

વિકાસના વટાણા વેરતા નેતાઓની કૃપાથી સ્વચ્છતાનો અભાવ !

હાલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી ના ઢોલ વાગી રહ્યા છે ત્યારે બોટાદ શહેરના પોશ વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ તંત્રની પોલ ખોલી રહ્યો હોય તેવું દ્રશ્ય રાહદારીઓ સ્થાનિક વેપારીઓ સ્થાનિક રહીશો અનુભવી રહ્યા છે ચૂંટણી વખતે હથેળીમાં ચાંદ દેખાડનાર પ્રજાના પ્રતિનિધિઓ ના દર્શન દુર્લભ હોય તેવો ઘાટ બોટાદ માં જોવા મળી રહ્યો છે બોટાદ શહેરમાં આવેલા પાળીયાદ રોડ અને સતત લોકોની અવરજવર અને વાહનથી ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર એસ.ટી ડેપો આસપાસ ગંદકીના ઉકરડા નો જાણે વિકાસ થયો હોય તેમ ચિત્ર સ્પષ્ટ તસવીરમાં નજરે પડે છે નોંધનીય છે કે વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત મોટાભાગના નેતાઓ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા ની સાથે પક્ષના હોદ્દેદારોની વરણી કરી રહ્યા છે જેથી પોતાના પક્ષને સત્તા પ્રાપ્ત થઈ શકે તે દિશામાં પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પ્રજા ચિંતક પ્રશ્નો થી વંચિત રહ્યા હોય નેતાઓ તેનો જાગતો નમૂનો બોટાદ શહેરના પોશ વિસ્તારોમાં જોવા મળે છે એક તરફ 2020માં અને 2021માં કોરોના મહામારી અંતર્ગત લોકો ભયભીત ચિંતક બન્યા હતા ત્યારે હાલ મિક્સર ઋતુના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ગંભીર ભય મતદાર પ્રજા માટે ચિંતિત બન્યો છે એવા સમયે સ્વચ્છતા નો ભાવ બોટાદ શહેરમાં જોવા મળી રહ્યો છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે એક દુઃખદ અને શરમજનક ઘટના કહેવાય…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here