રન ફોર યુનિટીનો સંદેશો લઇ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની દોડ લગાવતા ફિલ્મ અભિનેતા મિલિંદ સોમનનું રાજપીપળામાં ઠેર ઠેર સ્વાગત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળાના પ્રવેશ દ્વારે જ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલે સ્વાગત કર્યુ

બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી રાષ્ટ્રીય એકતા દોડ આજે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

રાજપીપળા પ્રવેશ દ્વાર વિજય ચોક પાસે રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલ દ્વારા સ્વાગત કરાયું હતું, ત્યારબાદ આંબેડકર ચોક ખાતે વૈષ્ણવ વણીક સમાજ દ્વારા સ્વાગત કરાયું , સંતોષ ચારરસ્તા પાસે રાજપીપલા રોટરી ઇન્ટરનેશનલ કલબ દ્વારા સ્વાગત કરાયું, ગાંધી ચોક ખાતે રાજપીપલા યુનિયન બેંક ઓફ ઇન્ડીયા દ્વારા તેમજ ગોપાલપુરા સમસ્ત ગામ દ્વારા મિલિંદ સોમન નું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના થયા હતા ત્યાં વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવયુ હતુ. ફિલ્મ અભિનેતા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત પણ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here