રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
આજે રક્ષાબંધન પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ બહેનો અને સ્વસહાય જૂથના આરોગ્ય વન અને એકતા નર્સરીના બહેનોએ ગાંધીનગર ખાતે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
ગાંધીનગર ખાતે સટેચયુ ઓફ યુનિટી ખાતે કામગીરી કરતા ગાઇડ બહેનો સહિત અનય મહિલા કર્મચારીઓ એ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને રાખડી બાંધી હતી.પોતાના ભાઇ થકી ગુજરાત રાજ્ય નો વિકાસ તમામ ક્ષેત્રે થાય એવી મનોકામના વયકત કરી હતી.