મોરવા ( હ ) પોલીસ સ્ટેશનના NDPS ACT મુજબના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

મોરવા(હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … મોરવા ( હ ) પોલીસ સ્ટે . બી પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૪૮૨૦૦૯૧૨ / ૨૦૨૦ NDPS ACT કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૯ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુભાઈ ગુલાબભાઈ ખરાડ રહે.ગુણા મુવાડી ફળીયું તા.દેવગઢ બારીઆ જી.દાહોદ નાનો સંતરોડ બસ સ્ટેન્ડમાં બેઠેલ છે . અને એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી આર.એમ મુઘવા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકત થી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ મળી આવતા તેને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ મોરવા ( હ ) પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here