મોરવા(હ) : વંદેલી ગ્રામ પંચાયતમાં દરેક કામો માત્ર કાગળ પર થયા હોવાની લોકબૂમ…ભ્રષ્ટાચારી પંચાયત સામે ટીડીઓ તપાસ કરશે..!!?

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં મનરેગામાં અને બીજા અનેક કામો માં ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે . ત્યારે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાની મોટી ગ્રામ પંચાયત એટલે વંદેલી ગ્રામ પંચાયત હોવા છતાં વંદેલી ગામમાં મનરેગાના કામોમાં માત્ર કાગળ ઉપર બતાવીને અનેક વિસ્તારના કામોમાં ભ્રષ્ટાચાર આચરીને અનેક અધિકારીઓએ પોતાના વિકાસના કાર્યો કર્યા હોય તેવા અનેક વિસ્તારના કામો માત્રને માત્ર કાગળ ઉપર બતાવીને વંદેલી ગામની ભોળી જનતાને આવા ભ્રષ્ટ અધિકારીઓએ મૂર્ખ બનાવીને લાખો રૂપિયા બનાવી લીધા હોય તેમ લાગી રહ્યું છે.ઉપલા અધિકારીઓના આશીર્વાદ થી વંદેલી ગામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કેમ હાથ ધરવામાં આવતી નથી શું આવા અધિકારીઓને ગુલાબી નોટો નો પ્રસાદ મલી જાય છે કે , રાજનીતિઓના બાણમાં આવી જાય છે . તેવા અનેક પ્રકારના સવાલો ગ્રામજનોમાં ઉઠવા પ્રામ્યો છે .

ત્યારે મનરેગાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી ક્રમ મંત્રી સહિતના લોકોએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજનાનો ગેરઉપયોગ કરી મનરેગાના અધિકારીઓ અને સરપંચ તલાટી ક્રમ મંત્રી ભ્રષ્ટાચાર આચરીને પોતાનો વિકાસ કર્યો જેથી ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીના મનરેગાના કમોમા ઓનલાઇન ડેટા એન્ટ્રી ઓમાં ચેડા કરી લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો હોય અને કેટલાક કામો જે જોબકાર્ડ ધારકો એ કર્યા જ ન હોય તેમના ખાતામાં લાખો રૂપિયા નાખીને મસમોટું કૌભાંડ આચર્યું છે.વંદેલી ગામમાં આવેલ પરમાર્યા ફળ્યા માં પેવર બ્લોકનું કામ એક માસ અગાઉનું બતાવી ને સ્થળ ઉપર કામ કર્યા વગર જે જોબકાર્ડ ધારકો એ કામ કર્યુ ન હોય તેવા જોબકાર્ડ ધારકોમાં એન્ટ્રીઓ કરી દેતા સ્થાનિક રહીશોમાં મનરેગા વિભાગ કચેરી અને વંદેલી ગ્રામ પંચાયત એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોય તેવી બુમો ઉઠવા પામી છે . ત્યારે મનરેગા અંતર્ગત થયેલા કામોમાં વંદેલી ગામના લોકોને કોઈપણ પ્રકારનો ફાયદો થયો ન હોવાથી વંદેલી ગામના લોકો આરોપ લગાવી રહયા છે કે , વંદેલી ગામનો વિકાસના બદલે મોરવા હડફ તાલુકાના મનરેગા વિભાગ કચેરી ના અધિકારી અને વંદેલી ગ્રામ પંચાયત સરપંચ તલાટી ક્રમ મંત્રી એ પોતાનો વિકાસ કર્યો હોય તેમ લાગી રહયું છે .અને જે કામ મનરેગા માં કરવામાં આવેલ છે તે કામ બીજી યોજના માં પણ કરવામાં આવેલ છે એ ઓનલાઇન જોતા જોવા મળી રહીયુ છે તો હવે એ જવાનું રાહિયુ કે સરપંચ નો વિકાસ થયો કે ગામનો એતો હવે આગળ નો સમય બતાવશે …જો સ્થળ તપાસ કરવામાં આવે તો કરોડો નો વિકાસ માત્ર કાગળ પર જોવા મળે એવું ગામ લોકો ની લોક વાયકા સાંભળવા મળી રહી છે…

ગ્રામજનોન ના આક્ષેપો :-
પરમાર્યા ફળ્યા મા આંગણવાડી આગળ પેવર બ્લોક માત્ર કાગળ પર

પરમાર્યા ફળ્યા થી પાકા રસ્તા સુધી નો આર.સી.સી રોડ માં ભ્રષ્ટાચાર

તાઝપુરીબાણા થી પરમાર્યા ફળ્યા ને જોડતું આર.સી.સી રોડરોડ માં 11,00,000 અગિયાર લાખ નું ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો ગ્રામજનો ને કર્યા

પરમાર્યા ફળ્યા માં બોરવેર માં પણ ભ્રષ્ટાચાર બોર મોટર નાખવામાં જ નહીં આવી અને 300ફૂટ મંજુર થયેલ હતું જેમાં 40ફૂટ બોર કરવામાં આવેલ છે

તળાવ ફળ્યા માં આર.સી.સી રોડ જે મેન રોડ થી અનુપસિંહ કોયા ના ઘર સુધી નો રોડ માં ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યું છે

બાંડીશેરા ફળ્યા મા વોટરરોડ માં ભ્રષ્ટાચાર ઠાકોર ભુપેન્દ્રસિંહ અર્જુનસિંહ નામના લાભાર્થી ને હજુ સુધી તેનો લાભ મળ્યો નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here