નેવરીયા ગામ પાસે ભારતમાલા પ્રોજેક્ટમા કામ કરતા શ્રમજીવીના સગીર પુત્રનુ કરંટ લાગતા મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા સાલમભાઈ અખમભાઇ બારીયા રે. બારેલા તા સંતરામપુર હાલ રે નેવરીયા સિકશ લેન હાઈવે નદીના પુલ પાસે દ્વારા કાલોલ પોલીસ મથકે કરાવેલ નોધ ની વિગતો મુજબ મંગળવારે સાંજે ૫ ક્લાક દરમિયાન તેઓનો પુત્ર હરીશભાઈ સાલમભાઈ બારીયા ઉ વ ૧૬ તેઓના પિતાને તેમજ અન્ય મજૂરોને પાણી પીવા માટે જગ આપવા માટે પુલ પર ગયા હતા ત્યારે તેના પિતાના હાથમાંથી લોખંડની ધારદાર ચેનલ પુલ પર ઠોકેલ સેન્ટીંગની પ્લેટ ઉપર પડતા સાઈડમાં લાંબો કરેલ વાયર કપાઈ જતા આ વાયર નો કરંટ લોખંડ ની ચેનલ માં આવતા બાજુમાં ઉભેલ હરીશભાઈ ને કરંટ લાગતા તે બેહોશ થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો જેથી તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને કરંટ લાગવાથી મરણ પામેલ જાહેર કર્યો હતો જે બાબતની જાણ કાલોલ પોલીસમાં મૃતક સગીરના પિતાએ કરાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here