શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સરાહનીય કામગીરી… અરજદારો સાથે મળી તરત જ કામ પૂર્ણ કરી આપતા અરજદારોએ આશીર્વાદ આપ્યા…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ માટેએડા એક ગરીબ કુટુંબમાંથી અભ્યાસ કરી 2017 માં ખંભાત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેમની બદલી પેટલાદ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે થઈ હતી જ્યારે શહેરા તાલુકો પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સાહેબની બદલી થઈ અને રણજીતસિંહ માટીએડા બઢતી સાથે બદલી આવતા તેમને શહેરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે હતી હતી જેમાં તેઓ દ્વારા ૨૩ ૬ ૨૦૨૨ ના રોજ તેમની ભરતી સાથે બદલી થઈ હતી જેમાં શહેરા ખાતે તેમના થકી ચાર્જ લેતા જ તાલુકા પંચાયત ખાતે થતી અરજદારોની ભીડ ધીમે ધીમે ઓછી દેખાવા લાગી હતી જેમાં તેઓ દ્વારા શહેરા તાલુકા પંચાયત ખાતે લાગતા વળગતા કામને લઈ આવેલા અરજદારોને જાતે જ મળી તેનો નિકાલ લાવવા માટે અરજદારો જોડે જઈ જે તે શાખા ના અધિકારીને તેમના થકી અરજદારની અરજીનો નિકાલ કરવા માટે જાણ કરવામાં આવતી હતી ત્યારે કોઈ વૃદ્ધ અરજદાર કોઈ અરજીને લઈ આવ્યા હોય ત્યારે તે અરજદારના કાગળ જાતે લઈ તેમની અરજીનો નિકાલ કરી આપવાની કામગીરી કરતા હતા જેમાં લોકો દ્વારા તેમના કાર્યને લઈ અરજદારો સરાહનીય કાર્ય જણાવતા હતા જેમાં તાલુકા પંચાયત ખાતે આવેલા વૃદ્ધ અરજદારો દ્વારા તેમને આશીર્વાદો પણ આપવામાં આવ્યા હતા ત્યારે તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા તેમને પણ તેમના વખાણો કરી રહ્યા છે અને શહેરા તાલુકાના બેસી જેટલી પણ ગ્રામ પંચાયતના સરપંચો પણ તેમની કામગીરીને સરાહનીય એ કામગીરી બતાવી રહ્યા છે ત્યારે શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શહેરા તાલુકાના લોકોના હૃદય સ્પર્શી બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here