મોરબી શહેરની આન,બાન અને શાન ગણાતો ઝૂલતો પુલ આગામી બેસતા વર્ષથી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે

મોરબી, ચારણ એસ વી (ડભોઇ) :-

મોરબી શહેર ની આન,બાન અને શાન ગણાતો ઝૂલતો પુલ આગામી બેસતા વર્ષથી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવું આજે પત્રકાર પરિષદમાં આ અંગેની સતાવર જાહેરાત ઝૂલતા પુલને રીનોવેશન કરનાર ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખભાઈ પટેલે કરી હતી. તે સાથે જ આગામી સમયમાં રાત્રે પણ ઝૂલતો પુલ ખુલ્લો રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું પણ તેમને જાહેર કર્યું હતું.
મોરબીના પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા મોરબીવાસીઓને આપવામાં આવેલી વિશ્વના એક માત્ર ઝૂલતો પુલ સાત મહિના સુધીના રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં આગામી નવા વર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત આજે પત્રકાર પરિષદમાં ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. ખાસ કરીને રૂપિયા બે કરોડના ખર્ચે રીનોવેટ થયેલ ઝૂલતા પુલન ૧૨થી૧૫ વર્ષ સુધી ટકી રહે તેવી મજબૂતાઈ આપવામા આવી છે.
ઓરેવા કંપનીના દીપકભાઈ પારેખે જણાવ્યું હતું કે, એન્જિનિરીંગની અજાયબી ૧૪૨ વર્ષ જૂનો અને આશરે ૭૬૫ ફુટ લાંબો આ ઝૂલતો પૂલ માત્ર મોરબી જ નહિ પણ સમગ્ર દેશ માટે એઇતિહાસિક અને દુર્લભ વિરાસત છે. આવી બેજોડ અને બેનમૂન વિરાસત નેધડમૂળ થી રીનોવેશન કરીને ફરીથી જનતા માટે ચાલુ કરવા માં આવશે!
ઝૂલતા પુલનો ઈતિહાસ જોઈએ તો તારીખ ૨૦-૨-૧૮૭૯ ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાત મુહુતઁ થયુ અને તે સમયે આશરે તે સમયે સાડા ત્રણ લાખના ખઁચે ઇ.સ. ૧૮૮૦ માં પુર્ણ થયો. અને આ સમયે પુલ નો સામાન ઇંગ્લેન્ડ થી આવેલ હતો. દરબારગઢથી નઝરબાગ ને જોડવા માટે આ પુલનુ નીમાઁણ થયુ હતું. ઉપર ખુલ્લું આકાશ અને નીચે ખીણ સમાન મચ્છુ નદી અને વચ્ચે દોરડા પર લટકતા આ પૂલ ને રીનોવેશન કરવાના કઠિન કાર્ય ને પૂર્ણ કરવા છેલ્લા છ માસથી એન્જીનીયરો, કોન્ટાકટરો અને સ્પેશીયલ ફેબ્રીકેટરો ની ટીમોં કામે લાગી અને ઝૂલતા પુલની સંપૂઁણ કાયાપલટ કરી જેમાં અંદાજીત બે કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે. મોરબી ને મળેલ આ અલોકીક વીરાસતને સાચવવાની નૈતિક જવાબદારી આપણા સૌની બને છે. આ પુલ પરથી પસાર થઈને તેમાં ઝુલવા ના લહાવો યાદગાર અને અલૌકીક છે. ગુજરાત તેમજ દેશની જનતા આ દુર્લભ પુલને લાંબા સમય માટે માણે તે માટે મોરબીની ધરોહર સમાન ઝૂલતા પૂલ સાથે ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખભાઈ પટેલના લગાવને કારણે આ બીજી વાર ઝૂલતા પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ કરાયું છે. ત્યારે મોરબીવાસીઓની વિશેષ જવાબદારી બને છે કે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા સંયમ પૂર્વક ઝૂલતા પુલનો ઉપયોગ કરીએ. અહીં એ વાત જણાવી દઈએ કે આ ઝૂલતા પુલ માં લાકડાના પાટિયાના સ્થાને એલ્યુમિનિયમ હનિકોબ ટેકનોલોજીનો ઉપયોગ કરી એલ્યુમિનિયમ મટિરિયલની મજબૂત ચેનલ થકી મજબૂતાઈ પ્રદાન કરી ઝૂલતો પુલ ઝૂલતો રહે તે માટે બેરિંગ સહિતના મટીરીયલ બદલવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here