ડભોઇ તાલુકાના મોતીપુરા ગામે એકતા ગૃપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નજીકના મોતીપુરા ગામે એકતા ગૃપ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને સાંસદ ગીતાબેન રાઠવાના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આવનાર યુવા પેઢી દરેક ખેલ તરફ વધુ ને વધુ પ્રોત્સાહિત થાય તેવા પ્રયત્નો સાથે ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.
ડભોઇ નજીકના મોતીપુરા ગામે એકતા ગૃપ આયોજિત રમીજ નકુમ, ઝાહિદ રાઠોડ , મકસુદભાઈ રાઠોડ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ ની આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવા પેઢીને આ ખેલનો લાભ મળી શકે છે.
આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ , ડભોઇ તાલુકા પંચાયત સભ્ય ભુપેન્દ્ર પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમજ અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here