મોરબી તાલુકાના માનસર ગામ પંચાયતના સરપંચે બાંધકામ શાખાના અધિકારીઓ સમક્ષ રોડ-રસ્તા અંગે કરી રજૂઆત

મોરબી, આરીફદીવાન

મોરબી: મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાની મોટાભાગે સુવિધાનો અભાવ રહ્યો છે જેમાં પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર ના સરકારી બાબુઓ નિષ્ફળ નીવડયા હોય તેમ મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની સમસ્યાઓ અંગે રાવ રજૂઆત અવાર નવાર ઉઠતી હોય છે ત્યારે મોરબી તાલુકાના મોરબી માનસર ગામ પંચાયત માં ચૂંટાયેલા સરપંચ શ્રી એ કાર્યપાલક એન્જિનિયર બાંધકામ શાખા ને લેખિતમાં તારીખ 18 9 2020 ના રોજ રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે મોરબી તાલુકામાં આવેલા ખીજડીયા ગામેથી માનસર તરફનો માર્ગ મોસમના વરસાદ માં ભાંગીને ભૂકો થઇ જવાથી અકસ્માત જનક બની ગયો છે જેથી તે માર્ગ ટુ વ્હીલર ઓ ને પસાર થવું પણ મહા મુસીબત કયું છે તો ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવા ભારે હાલાકી પડે છે ત્યારે વિકાસલક્ષી સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરે તેવી ગ્રામ્ય વિસ્તારની પ્રજા ની લાગણી અને માંગણી ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here