કાલોલ નજીકથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ ઈસમો અને આઠ લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી સ્ટેટ વિજિલન્સ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દારૂબંધીના ઉડયા ધજાગરા જીલ્લા પોલીસ દ્વારા પેરોલ ફ્લો સ્કોડને વધુ તપાસ સોંપી

થોડા સમય અગાઉ શંકરસિંહ વાધેલાએ દારૂબંધી ઉઠાવવા માંગ કરી હતી તથા વડોદરા રાજવી પરિવાર દ્વારા પણ દારૂબંધીને કારણે પ્રવાસન પ્રવુતિ ઉપર વિપરીત અસર પડતી હોવાના નિવેદનો

ગુજરાત રાજ્યમાં દારૂ-જુગારની બદીને સંપૂર્ણપણે ડામવા માટેની સુચનાઓના અમલને લઈને કાલોલ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો અને ત્રણ ઈસમો તેમજ આઠ લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી સ્ટેટ વિજિલન્સ માટે રાજ્યની મોનીટરીંગ સેલની ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળેલ કે મધવાસ ગામનો લક્ષ્મણ સિંહ ઉર્ફે કોયો રણજીતસિંહ સોલંકી મધવાસ ચોકડી પાસે ભરવાડ વાસના નાકે ખુલ્લી જગ્યામાં તેમજ મધવાસ દૂધ ડેરી પાસે આવેલા તેના મકાનમાં પાસ પરમીટ વગર પ્રતિબંધિત ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો રાખેલો છે અને વેચાણ કરે છે જે બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નજીકમાંથી બે પંચો બોલાવી બાતમી વાળા સ્થળે રેડ કરતા ભરવાડ વાસ પાસે ખુલ્લી જગ્યામાંથી તેમજ લક્ષ્મણસિંહના ઘરમાંથી અને અલ્ટો કાર અને કેયુવી કારમાથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ તથા બિયરનો મુદ્દામાલ મળી આવ્યો હતો મોનીટરીંગ સેલ દ્વારા જથ્થાની ગણતરી કરતા ૧૮૦ મી.લી ના જુદી-જુદી બ્રાન્ડની કવાટરિયા જેમાં લંડન પ્રાઈડ ,રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કી તથા રોયલ પ્રેસ્તિઝ વ્હિસ્કીની ૧૨૨૫ બોટલો તથા ૭૫૦ એમએલના રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કીની ૨૦ બોટલો તથા ૫૦૦ એમએલ માઉન્ટન 6000 સુપર સ્ટ્રોંગ બિયર ના ૧૧૮ ટીન અને ૫૦૦ એમએલ હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બિયરના ૮૦ ટીન મળી કુલ ૧૪૪૩ બોટલો જેની કિંમત રૂ.૧,૬૦,૨૦૦/ તથા અન્ય બે ઇસમો સંભવત દારૂના વેચાણ માટે રાખેલ જશવંતસિંહ ઉર્ફે કાળુ છત્રસિંહ ચૌહાણ રહેવાસી કાનોડ તાલુકો કાલોલ દવાખાના વાળું ફળીયુ તથા રાજુભાઈ મથુરભાઈ સોલંકી મુ કાલોલ. રેફરલ દવાખાના વાળુ ફળિયુ એમ મળી કુલ ત્રણ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડયા હતા તેઓની પાસેથી અંગજડતી માંથી રૂ ૨૯,૮૬૦/ તથા ચાર મોબાઈલ રૂ ૧૫,૦૦૦/ તથા એક અલ્ટો કાર અને એક કેયુવી એમ બે કાર રૂ ૬,૦૦,૦૦૦/ મળી કુલ રૂ ૮,૦૫,૦૬૦/ નો મુદ્દામાલ જપ્ત કરી સરદાર માલ મંગાવનાર ગોવિંદ રે લીમડી જી દાહોદ (નું પૂરું નામ લખાવેલ નથી) પાસેથી મંગાવી વેચાણ કરવા માટે રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આમ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાલોલ નજીકથી મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો સહિત ત્રણને સ્થળ પરથી ઝડપી પાડી લાખો રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાલોલ પોલીસ મથકે આ બાબતે ગુનો દાખલ કરાવેલ છે જેની તપાસ જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના આદેશ બાદ પેરોલ સ્કવોર્ડ ને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here