મોરબીમાં નોટરી એસોસિએશન અને બાર એસોસિએશન દ્વારા કોરોના અંતર્ગત માસ્ક અને દવા વિતરણ કેમ્પ યોજાયો

મોરબી,
આરીફ દીવાન

મોરબી ખાતે તાજેતરમાં જ બાર એસોસિયેશન અને નોટરી એસોસિએશન દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત હોમિયોપેથીક દવા અને માસ્ક વિતરણ કરવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલો હાજરી આપી હતી નોટરી એસોસિયેશનના સભ્યો હોદ્દેદારો અને બાર એસોસિએશનના સભ્ય અને હોદ્દેદારો વિગેરે કોરોનાવાયરસ અંતર્ગત કાયદાકીય કોર્ટમાં લડત આપતા વકીલોએ પણ કોરોના સામે લડત અને રક્ષણ લોકોને મળે તેવા હેતુસર હોમિયોપેથી ગોળી દવા વિતરણ કરી હતી અને સાથે સાથે રૂપિયા ૧૦૦૦નો દંડ થી લોકો નો બચાવ થાય અને આરોગ્યનું જતન જળવાઈ રહે તેવા હેતુ સર માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિતરણ કરતા પ્રમુખ દિલીપભાઇ નોકરીના ભટ્ટ સાહેબ તેમજ રામદેવસિંહ જાડેજા અને નોટરી એન્ડ વકીલ વગેરે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here