રાજપીપળા ખાતે ની આઇ. ડી. એફ. સી. ફસ્ટ બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા બેંક બંધ કરાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બેંક સતાધિશો દ્વારા કર્મચારીઓ પોઝિટિવ હોવાનો મામલો છુપાવવાનો પ્રયાસ

બેંકના ગ્રાહક દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાતા મામલો પ્રકાશમા આવ્યો

રાજપીપળા ખાતે સ્ટેશન રોડ પર રાધાકૃષ્ણ મંદિર સામે આવેલ આઇ.ડી એફ.સી. ફસ્ટ બેંક મા ફરજ બજાવતા કર્મચારી કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર મામલાને બેંક સતાધિશો દ્વારા છુપાવવા નો હીન પ્રયાસ કરાયો હતો જોકે બેંક ના જાગૃત ગ્રાહકે આ અંગે સુરક્ષા અને સલામતીનો લોકોના સ્વાસ્થયનો પશ્ર હોય ને આરોગ્ય વિભાગ ને ફરિયાદ કરતાં બેંકની રાજપીપળા શાખા બંધ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી અનુસાર રાજપીપળાના સ્ટેશન રોડ પર આવેલ આઇ.ડી એફ . સી. બેંક મા ફરજ બજાવતા કર્મચારીઓને શારીરિક તકલીફ જણાતા તેઓએ તેમના કોરોના ટેસ્ટીંગ કરાવ્યા હતા જેમા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ થયા હતા. આ બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની ચોકાવનારી વાતો રાજપીપળા નગરમા વહેતી થઈ હતી, ત્યારે બેંકના કેટલાક ગ્રાહકોએ નોંધ લીધી હતી કે કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવા છતાં પણ બેંકના સત્તાધિશો દ્વારા બેંક બંધ કરવામાં આવી નહોતી !!

કર્મચારીઓ પોઝિટિવ હોવા છતાં પણ બેંક ચાલું જ રહેતા ગ્રાહકોના સ્વાસ્થય અને જીવન મરણનો પશ્ર હોય ને જાગૃત બેંકના ગ્રાહક દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરાતા એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપ બેંક ખાતે દોડી ગયાં હતાં અને પુછપરછ કરી હતી.આ ઉપરાંત આરોગ્ય વિભાગની અનય ટીમને તપાસ સોંપાઇ હતી જેમા બેંકના કર્મચારી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જેથી નિયમોનુસાર બેંક આજરોજ શનિવારે બંધ રાખવામાં આવી હતી.
હવે જોવાનું રહયુ કે આ બેંક કેટલાં દિવસ સુધી બંધ રહેછે, આ પહેલા પણ રાજપીપળાની બેંક ઓફ બરોડામા કર્મચારી પોઝિટિવ આવતાં બેંકની શાખા બંધ રાખવામાં આવી હતી.
બેંકોમા દરરોજ સેંકડો ગ્રાહકોની અવરજવર થતી હોય જીલ્લા આરોગ્ય વિભાગ સહિત કાયદો વયવસથાનુ પાલન કરાવતા પોલીસ વિભાગે આવી બાબતમાં ખાસ કાળજી રાખવી જોઈએ કે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં પોતાના નફા અને પોતાના ધંધા માટે ન થાય. આ મામલે જો બેંકના ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ ન કરી હોત તો કેટલાય લોકો કોરોનાના ભરડામાં સપડાયા હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here