મોડાસા : ત્રણ તોલા સોનાના દાગીના મુકેલ બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં નેત્રમ શાખાને મળેલ સફળતા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તા. ૧૪-૦૨-૨૦૨૪ મુજબ અરજદાર અજીતભાઇ શંકરભાઇ કટારા રહે.છાલોર,ફતેપુરા,દાહોદ નાઓ
ઇડર તાલુકામાં આવેલ નરસિંહપુરા ગામમાં ખેતીકામમાં નોકરી કરે છે. જેઓ તા.૧૪-૦૨-૨૦૨૪ ના રોજ
બપોરે આશરે ૧૨.૦૦ કલાકે પોતાના વતન દાહોદ સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનુ હોઇ અરજદાર અને
તેઓની પત્ની પોતાની મોટર સાયકલ નં. GJ09AQ5592 પર મોડાસા મુકામેથી પસાર થતા સમયે અરજદારની બેગ કે જેમાં અરજદારના સોનાના દાગીના આશરે ત્રણ તોલા જેની કિં.૧,૮૦,૦૦૦/- અને રોકડ રકમ ૬૦૦૦/- કુલ મળી ૧,૮૬,૦૦૦/- નીચે પડી ગયેલ જેની જાણ અરજદારને થોડા સમય બાદ થતાંબઅરજદાર દ્વારા નેત્રમ શાખા-અરવલ્લીનો સમ્પર્ક કરેલ. સદર બાબતે નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કોઇ અજાણ્યો વ્યક્તી અરજદારની બેગ લેતો નજરે પડેલ જે અન્ય એક્ટિવા ચાલકની સાથે વાત કરતો નજરે પડેલ. જેના આધારે ઉક્ત એક્ટિવા ચાલકનો મોબાઇલ નંબર મેળવી બેગ લેનાર વ્યક્તીની ઓળખ કરેલ જે સહયોગ ચોકડી પાસે ધંધો કરે છે જેણે બિનવારસી બેગ જોતા કોઇ મુસાફરની બેગ ભુલથી પડેલ જણાતાં બેગ સહિસલામત પોતાની પાસે રાખેલ હતી જેણે નેત્રમ શાખા અરવલ્લી દ્વારા સમ્પર્ક કરતાં
અરજદારની ગુમ થયેલ બેગ ગણતરીના કલાકોમાં સહિસલામત પરત આપેલ.આમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ CCTV કેમેરાના માધ્યમથી અરજદારની બેગ જેમાં રોકડ રૂપિયા ૬૦૦૦/- અને ત્રણ તોલા સોનાના દાગીના કિં.૧,૮૦,૦૦૦/- કુલ મળી ૧,૮૬,૦૦૦/- પરત મળી આવતાં અરજદાર દ્વારા ટીમ નેત્રમની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યકત કરેલ.
કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારી:
(૧) પો.સ.ઇ શ્રી જે.એચ.ચૌધરી નેત્રમ ઇન્ચાર્જ
(૨) વુ.આ.લો.ર.મિનાબા મંગલસિંહ બ.નં.૦૭૦૯
(૩) વુ.આ.લો.ર. કિંજલબેન મનુભાઇ બ.નં. ૦૭૪૧
(૪) વુ.આ.લો.ર. સંગીતાબેન રવિશંકર બ.નં. ૦૭૩૮
(૫) જુની. એન્જીનીયર ઉત્પલ પટેલ
(૬) સિની, એન્જીનીયર વિશાલ શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here