મોડાસા એસ.ટી.વિભાગના કર્મચારી માસ સી.એલ ઉપર ઉતરતા મુસાફરો માટે ચિંતાનો વિષય…

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

હાલ રાજ્યમાં આવનાર વિધાનસભા ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, એવામાં એક પછી એક સરકારી અને અર્ધ સરકારી વિભાગો પોતાના પડતર પ્રશ્નો તેમજ માંગણીઓને લઈને સરકારના દ્વાર ખખડાવી રહ્યા છે, આજ સુધી તલાટીઓના આંદોલનથી શરૂ થયેલ બાબત શિક્ષકોની માસ સીએલ સુધી અટકી હતી, અને હવે આવતી કાલથી જીએસઆરટીસી વિભાગના કર્મચારીઓએ પોતાની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવા માસ સીએલ પર ઉતરવાની તૈયારી કરી બેઠા છે.

અને આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મોડાસા ડેપો ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ભેગા મળી ડેપો મેનેજર હર્ષદ.કુરજીભાઈ.પટેલને રજા રિપોર્ટ આપી લેખિત જાણ કરવામાં આવેલ છે અને 22.9.22 ના દિવસે રાત્રે oo.oo કલાકથી એટલે કે તારીખ 23 .9. 22 ના દિવસથી મોડાસા ડેપોમાંથી સંચાલિત થતા તમામ રૂટ સીડ્યુલ બંધ કરવામાં આવશે જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી… હોવાની જાણ કરી દીધી છે.

આજદિન સુધીની સરકારી વિભાગોની જે કોઈ હડતાળ કે આંદોલનો થયા એમાં જાહેર જનતાને કોઈ તકલીફ નહતી પરંતુ જો આવતી કાલથી જીએસઆરટીસી વિભાગ માસ સીએલ પર ઉતરે અને બસોના પૈડા થંભી જાય તો અસંખ્ય સામાન્ય લોકો સહિત વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here