કાલોલ કોર્ટના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ વેજલપુર ખાતે મારામારીના ગુનાના આરોપીને ૧ વરસની સાદી કેદની સજા અને દરેક આરોપીઓને ૧૦૦૦ લેખેનો દંડ કરવાનો ચુકાદો આપ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચાર આરોપીઓએ ગત ૨૮/૫/૨૦૧૭ ના રોજ ફરિયાદીના ઘરે આવી “સંદિપ બારીયા આવ્યો છે” તેમ કહીને બુમ પાડતાં ફરિયાદી મહિલા અને તેની દીકરીને લાકડી વડે હુમલો કરી માથા અને બંને સાથળ નાં ભાગે માર મારી, ધક્કો મારીને પાડી નાંખી ગુનો કરેલો જે બાબતે ફરીયાદીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧)રાજુ ભાઈ રમણભાઈ બારોટ (૨) જયરાજ ભાઈ ઉર્ફે કાળિઓ (૩ )સંજય ઉર્ફે અજયભાઈ દિપકભાઈ (તમામ રહે. વેજલપુર) વિરુધમાં ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલિસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનાહિત ચાર્જ શીટ કાલોલ કોર્ટમાં દાખલ કરતા આ કેસ કાલોલ મેહરબાન એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વીણા ગામીતની ધારદાર દલીલો અને ફરિયાદ ના સમર્થનમા રજુ કરેલ જજમેન્ટ ગ્રાહ્ય રાખી કાલોલ કોર્ટના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. વાય. રાધનપુરવાળા નાઓ ક્રિમિનલ પ્રોસીજર કોડ ની કલમ ૪૨૮ (૨ ) અને આઇપીસી કલમ ૩૨૩, ૧૧૪ મુજબ તમામ આરોપીઓ ને તકસીરવાન ઠરાવી દરેક આરોપી ને ૧ વરસ ની સાદી કેદ ની સજા અને દરેક આરોપીઓ ને ૧૦૦૦ લેખે નો દંડ કરવાનો ચુકાદો આપ્યો છે. આમ કાલોલ પંથકમાં મારામારીના નાં કિસ્સા રોકવા સામે વેજલપુર નાં આરોપીઓને કાલોલ કોર્ટના ન્યાયિક ચુકાદા એ સમાજ મા દાખલો બેસાડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here