છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બોગસ કચેરી કૌભાડ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી ચાર્જશીટ કરતી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશ ટીમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તા.૨૬/૧૦/૨૦૨૩ ના રોજ દાખલ ગુન્હા રજીસ્ટર નંબર-૧૧૧૮૪૦૦૨૨૧૦૨૦/
૨૦૨૩ કલમ૧૭૦,૪૧૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨,૪૭૪, ૧૨૦ (બી),૪૦૬, ૪૦૯,૩૪ મુજબના ગુન્હાની ગંભીરતાં સમજી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઇ.જી.શેખ નાઓને સદરહું ગુન્હાની સચોટ અને તલસ્પર્શી તપાસ થાય માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના કરતાં જેઓની સુચનાથી પોલીસ અધિક્ષક આઇ.જી.શેખ નાઓએ તેઓની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી જેમાં સભ્યો તરીકે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુપરવિઝન અધિકારી તરીકે તથા એક પોલીસ ઇન્સ્પેકટર તથા ત્રણ પોલીસ સબ ઇન્સ્પેકટરની સભ્યો તરીકે નિમણુંક કરી ગુન્હાની જીવણભરી તપાસ કરી પુરાવાઓ મેળવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના આપતાં સીટ અધ્યક્ષ આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક ના અધ્યક્ષતા હેઠળ તેઓના માર્ગદર્શન અને સુચના મુજબ સીટ સભ્ય કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક નાઓના સુપરવિઝન હેઠળ સીટના સભ્યો દ્વારા રૂ.૦૪,૧૪,૩૯,૯૧૫ચાર કરોડ) -/ ચૌદ લાખ ઓગણચાલીસ હજાર નવસો પંદર રૂપિયા( ના કૌભાંડની તપાસ શરુ કરતાં આરોપીઓ દ્રારા કુલ-૬ અલગ અલગ સરકારી કચેરીઓ ઉભી કરી રૂ.૨૧,૭૫,૬૫,૧૧૦એકવીસ કરોડ) -/, પંચોત્તેર લાખ, પાંસઠ હજાર, એકસો દશ રૂપિયા) નું કૌભાંડ આચરેલાનું જણાય આવેલ આથી સદરહું કૌભાંડ આચરનાર પ્રાયોજના વહીવટદારની કચેરી છોટાઉદેપુરના તત્કાલીન IAS કક્ષા ના અધિકારીથી લઇ વર્ગ- ૩ ના કર્મચારીઓની સંડોવણી ખુલવા પામતાં પ્રાયોજના વહીવટદાની કચેરીના કુલ-૫ અધિકારી/કર્મચારી સહિત કુલ-૧૧ આરોપીઓ વિરૂધ્ધ દસ્તાવેજી પુરાવા, ફોરેન્સિક પુરાવાઓ, હમુન સોર્સ ના પુરાવા મેળવી તેઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ. પડેલ પુરાવાઓ જેમાં અલગ અલગ કુલ-૮૩ પંચનામા સહિત કુલ ૫૮૭ સાહેદોને તપાસી તેઓના નિવેદનો લઇ તમામ આરોપીઓ વિરૂધ્ધ છોટાઉદેપુર જીલ્લો અસ્તિત્વમાં આવ્યાં બાદ પહેલીવાર ૩૪૩૧ પાનાનું ઐતિહાસિક ચાર્જશીટ કરી સચોટ અને તટસ્થ ઇન્વેસ્ટીગેશનનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.તેમજ આ કામની વધુ તપાસ દરમ્યાન હજુ પણ વધુ દસ્તાવેજી પુરાવા તથા અન્ય પુરાવાઓ મળવાની શક્યતાં રહેલ હોય તેથી વધુ તપાસ અર્થે તેમજ તપાસ દરમ્યાન મળી આવેલ પુરાવો તથા સાક્ષીઓને નામદાર કોર્ટમાં રજુ કરવા સારૂ C.R.P.C કલમ- ૧૭૩(૮) હેઠળ નામદાર કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવેલ છે.
સદરહં ગુન્હાની તપાસમાં જોડાયેલ અધિકારીઓ કર્મચારીઓઃ-
(૧) એ.સી.પરમાર I/C પોલીસ ઇન્સ્પેકટર છોઉદેપુર પોલીસ સ્ટેશન
(૨) એમ.એચ.સુતરીયા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટએ SOG શાખા જી.છોટાઉદેપુર
(૩) એ.આર.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટ કંટ્રોલ ઇન્ચાર્જ જી.છોટાઉદેપુર
(૪) આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટ LCB જી.છોટાઉદેપુર
(૫) ASI દિનેશભાઇ બચુભાઇ જેતપુરપાવી પો.સ્ટે.
(૬)HC અનિરૂધ્ધસિંહ અજીતસિંહ છોટાઉદેપુર પો.સ્ટે.
(૭) HC સુરેન્દ્રસિંહ ખુમાનસિંહ SOG શાખા(૮) HC દિલીપભાઇ રણછોડભાઇ જેતપુરપાવી પો.સ્ટે.
(૯) PC પ્રિવણભાઇ વેરસીંગભાઇ છોટાઉદેપુર પો.સ્ટે.
(૧૦) PC શામળભાઇ પ્રભુભાઇ છોટાઉદેપુર પો.સ્ટે.
(૧૧) છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here