કાલોલના બાકરોલ ગામની સરકારી દુકાનદારોની અનિયમિતતા બાબતે પુરવઠા મામલતદારને રજુઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલના નાયબ મામલતદાર પુરવઠા ની કચેરીમાં મંગળવાર ના રોજ કાલોલ તાલુકાના બાકરોલ તેમજ આસપાસના કાર્ડ ધારકોએ રજૂઆત કરતા જણાવેલ કે
બાકરોલ ગામમાં કુલ બે સરકારી દુકાન આવેલી છે જેઓ બંને નિયમિત રીતે પોતાની દુકાન ખોલતા નથી તેમ જ પૂરતો અનાજનો જથ્થો આપતા નથી આ દુકાનમાં પાંચ કિલોમીટર, સાત કિલોમીટર જેટલા દૂરથી ગ્રાહકો પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો લેવા માટે આવતા હોય છે અને તેઓને વારંવાર ધક્કા ખાવાની ફરજ પડે છે આ દુકાનદારો અંગૂઠો મુકાવ્યા બાદ અનાજની પહોંચ પણ આપતા નથી તેવો આક્ષેપ કરવામા આવ્યો છે.છેલ્લા કેટલાક સમયથી મોરસ તેમજ ચણા અને દાળ નો જથ્થો આ કાર્ડ ધારકોને મળેલ નથી આ કાર્ડ ધારકો દ્વારા કાલોલના નાયબ મામલતદારને 15 દિવસ અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેની જાણ જિલ્લા પુરવઠા કચેરીએ પણ કરી હતી તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં મહિલાઓ સહિત કાર્ડ ધારકો કાલોલના નાયબ મામલતદાર (પુરવઠા) કચેરીએ રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં કાર્ડ ધારકોએ સરકારી દુકાનદારો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા કાર્ડ ધારકોની રજૂઆત ઉપર યોગ્ય તપાસ કરાવી નિયમિત જથ્થો મળે તેવા પ્રયત્નો કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here