મેહદવિયા હેલ્પિંગ હેન્ડ્સ ડભોઇ દ્વારા હૃદય અને હાડકાને લાગતા રોગો માટે તબીબી કેમ્પનું આયોજન કરાયું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ મુસ્લિમ ડૉક્ટર એસોસિયેશન અને V star સુપર સ્પેશિયલીટી ક્લિનિક નાં સહયોગ થી ડભોઈ ડો : વિરલ ગાંધીબડો : વિકી ગાંધી દ્વારા હૃદય રોગ અને હાડકા ના રોગ માટે ફી કેમ્પ નું સુંદર આયોજન કરવા માં આવ્યું હતું આ કેમ્પ માં ૧૫૦ થી ૨૦૦ દર્દી ઓ એ વિના મૂલ્યે કેમ્પ નું લાભ લીધું હતું અને આ કેમ્પ માં ક્રિષ્ણા એકસ રે દ્વારા દર્દી ઓને જરૂરિયાત મુજબ એક્સ રે વિના મૂલ્યે કાઢી આપવામાં આવ્યું હતું અને સાથે સાથે ઈ સી જી ની સેવા પણ વિના મૂલ્યે આપવા માં આવી હતી.
મેહદવિયા હેલપિંગ હેન્ડ નું આ કાર્ય ખરે ખર સરાહનીય છે . અને આ કેમ્પ ના આયોજક ડૉ. જુનેદ લાકડા વાળા એ જણાવ્યું હતુંકે આવા કેમ્પ માં આવનારા સમય માં પણ સમાજ ની સેવા રૂપે જરૂરી પ્રયત્નો કરવા માં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here