પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કાલોલના ધારાસભ્યને આપેલું આવેદનપત્ર

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પડતર પ્રશ્નો બાબતે પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘના સ્થાનિક હોદ્દેદારોએ આપેલું આવેદનપત્રની તસ્વીર

તા.૨૭/૦૭/૨૦૨૦ને સોમવારના રોજ તમામ જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માઘ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પંચમહાલ જિલ્લા સંયુક્ત ઘટક સંઘદ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માન.મંત્રીશ્રીઓ તથા સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રીઓ તથા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને અનુદાનિત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શાળાઓના શિક્ષક – કર્મચારીઓના અગત્યનાં મુખ્ય પડતર પ્રશ્ર્નો (૧) સહાયક તરીકેની ફિક્સ પગારની પાંચ વર્ષની નોકરી ઉચ્ચતર પગાર ધોરણ સહિત અન્ય આનુંસંગિક લાભો માટે નોકરી સળંગ ગણવી (૨) તા.૩૧/૦૩/૨૦૧૬ પછી નિમણૂંક પામેલ સહાયકોને બિનશરતી ફાજલનું કાયમી રક્ષણ આપવું (૩) સાતમા પગાર પંચના એરીયસનો ગત હિસાબી વર્ષનો બાકી પડતો બીજો હપ્તો અને ચાલું હિસાબી વર્ષનો ત્રીજો હપ્તો તાત્કાલિક રોકડમાં ચુકવવા આવેદનપત્ર આપી રજૂઆત કરી માન.મુખ્યમંત્રીશ્રી,માન.નાણાંમંત્રીશ્રી અને માન.શિક્ષણમંત્રીશ્રીને જિલ્લા / શહેર ઘટક સંઘોએ ઈ-મેલ કરવામાં આવ્યાં હોવાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં ઉપરોક્ત પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવેતો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here