ગાંધીનગર, ચારણ એસ વી (બોડેલી) :-
રાજ્યમાં ઉનાળો તેનો અસલી મિજાજ દેખાડી રહ્યો છે અને ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી હોવાથી કાળઝાર ગરમી નો પ્રકોપ જોવા મળ્યો છે આગામી ચાર દિવસ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને કામ સિવાય બહાર ન જવું તેવી હવામાન વિભાગે અપીલ કરી છે ગરમીમાં હાઈડૈશનની સમસ્યા ન થાય તે માટે પુષ્કળ પાણી પીવું તેમ જ લીંબુ શરબતથી લઈ છાશ જેવી પ્રવાહી લેવા પણ અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કોપરેશન વિસ્તારમાં ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું..