શહેરા વિધાનસભા બેઠકના જનપ્રેમી ધારાસભ્ય એવા જેઠાભાઇએ આજરોજ ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકરનો પદ ગ્રહણ કરતા જિલ્લાભરમાં ખુશી વ્યાપી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા વિધાનસભા બેઠકના લોક લાડીલા એવા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવતા શહેરા મત વિસ્તાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરાઇ ગઈ હતી, તે સમયે શહેરા ભાજપ કાર્યાલય ખાતે સમસ્ત તાલુકાના ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ ઢોલ નગારાની ગુંજ થકી જેઠાભાઈની વધુ એક સિદ્ધિને માનભેર આવકારી હતી. તેમજ આજરોજ જેઠાભાઇએ ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકરના પદ પર વિધિવધ રીતે પ્રથમ ડગ મુકતા ફરી એક વખત પંચમહાલ જિલ્લામાં અનેરી ખુશીનો આનંદ પ્રસરાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ૧૯૯૮ની ચૂંટણીઓમાં સૌ-પ્રથમ સમાજવાદી પાર્ટીના શહેરા બેઠકનો જંગ જીતીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ ભરવાડ ત્યારબાદ ભા.જ.પ.માં જોડાઈને ”દૂધમાં સાકર ભળે”એમ સતત પાંચ ટર્મથી શહેરા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે સતત વિજેતા બનનારા જેઠાભાઈ ભરવાડ સહકારી ક્ષેત્રમાં કરોડરજજુ સમાન પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. શહેરા ભા.જ.પ.ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને આજરોજ ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકર તરીકે પસંદ કરવામાં આવતા પંચમહાલ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભારે હર્ષોલ્લાસ પ્રસરી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here