ગુમ થયેલ સગીરાને બે આરોપીઓ સાથે ઝડપી પાડતી સિદ્ધપુર પોલીસ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર તાલુકામાંથી ગુમ થયેલ સગીર વયના બાળકોને શોધી કાઢવા સારું થયેલ સૂચનાના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૧૨૧૭૦૩૦૨૨૦૪૩૦/૨૦૨૨ આઈ પી સી કલમ ૩૭૬ મુજબનો ગુનો ગત ૪ થી એપ્રિલના રોજ દાખલ થયેલ હોય સદર ગુનાના કામે ગુમ થયેલ સગીર બાળાને શોધી કાઢવા સારું તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન ગુનાના કામોમાં ગુમ થયેલ સગીર બાળાને શોધી કાઢવા સારું મોબાઈલ કોલ ડિટેઈલ મેળવી સદર સગીર બાળાનું લોકેશન સુરત મુકામે આવતું હોય પોલીસ ના માણસોની ટીમ બનાવી સુરત મોકલતા સગીર બાળાને શોધી કાઢી નિવેદન લઇ તપાસ કરતાં નીચે આરોપીઓએ સગીર બાળા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હોવાનું તપાસ દરમિયાન જણાઇ આવતા બંને આરોપીઓને પકડી પાડી ગુનાના કામે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગુનો IPC કલમ ૩૬૩,૩૭૬(૨) એન તથા પોસ્કો એક્ટ મુજબ ૪,૬ મુજબનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓમાં મુખ્તિયાર ઉર્ફે સમીર મહેબૂબ પંજુ ભાઈ રહે,સમી પીંજારા વાસ,તા.સમી,જિ.પાટણ તેમજ અમનકુમાર સુખવીર સિંહ જાટ મૂળ રહે ઢંઢો, ગામ કુશમરા,તા.ભોગાન, જિ.મૈનપુર,ઉત્તર પ્રદેશ હાલ રહે,સુરત ૧, શાંતિનિકેતન સોસાયટી વાળાને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here