બોડેલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો..

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી તાલુકા પંચાયત ની કુલ 26 બેઠકો માંથી ભાજપે 18 બેઠકો પર ભગવો લહેરાવી ને સત્તા મેળવી લીધી છે.જ્યારે કોંગ્રેસ ને ફાળે માત્ર 8 બેઠકો આવી હતી.તાલુકાની તમામ 6જિલ્લા બેઠકો ભાજપે જીતી લીધી છે.જ્યારે સૌથી મોટો અપસેટ કહી શકાય તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલ સિંહ ઠાકોર નો તાંદલજા બેઠક પર પરાજય થયો છે. ઉચાપાન તાલુકા ની બેઠક કોંગ્રેસે માત્ર છ મત થી જીતી હતી.
બોડેલી કોલેજ માં સવાર થી મત ગણતરી હાથ ધરાઈ હતી.જેમાં સાડા દશ વાગ્યે અલી ખેરવા જિલ્લા બેઠક નું પ્રથમ પરિણામ ભાજપ તરફે આવ્યું હતું.કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ હાર્યા તેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલ સિંહ ઠાકોર નો 2350 મત થી ભાજપ ના યુવાન ઉમેદવાર પ્રકાશ વાસદીયા સામે પરાજય થયો હતો.

કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ હાર્યા તેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલ સિંહ ઠાકોર નો 2350 મત થી ભાજપ ના યુવાન ઉમેદવાર પ્રકાશ વાસદીયા સામે પરાજય થયો હતો.જ્યારે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ બારીયા પણ સૂર્યા બેઠક પર કોંગ્રેસ ના યુવાન દિવ્યેશ પટેલ સામે હાર્યા હતા.ભાજપ ના મહિલા ઉમેદવાર ઉષાબેન પટેલ 968 મતે યોગિની બેન સામે હાર્યા હતા.બોડેલી જિલ્લા બેઠક પર કોંગ્રેસ નેતા શશીકાંત રાઠવા નો પરાજય થયો હતો.તેમની સામે ભાજપ ના યુવાન સંજય રાઠવા નો ભવ્ય વિજય થયો હતો. કડાછલા જિલ્લા બેઠક ભાજપ ના અમર સિંહ વણઝારા નો કોંગ્રેસ નેતા ભાસ્કર દરજી સામે ઝળહડતો વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here