છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કદવાલ પો.સ્ટે.માં પ્રોહીબીશન તથા મારામારીના કુલ-૨ ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા  આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ  વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે *કદવાલ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૫૨૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ), ૯૮(૨), ૮૧,૧૬૬(બી) (૨) કદવાલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૬૫૬/૨૦૨૩ ઇ.પી.કો ૩૩૨,૧૮૬,૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪* મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી ભીખાપુર ચોકડી પાસે ઉભેલ છે જે હકીકત આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
 *પકડાયેલ ઇસમ ઃ-*
નાનકાભાઇ ટીનીયાભાઇ રાઠવા રહે. ઝરીગામ તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here